નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. કારણ કે, નર્મદામાંથી 18 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાયું છે. જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થયું છે. જેને લઈને પોલીસ, વહીવટી તંત્ર સ્થળાંતરમાં જોતરાયું છે. લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી અપાઈ રહી છે. સાયરન વગાડીને ચેતવણી અપાઈ રહી છે.