દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી ગણાતી નર્મદા સુગર ફેક્ટરી કમાલનું કામ કરી રહી છે. અહીં દરરોજ 60 હજાર લીટર ઇથેનોલ તૈયાર થઈ રહ્યું છે. જે આગામી દિવસોમાં 1 લાખ 20 હજાર લીટર પ્રતિ દિવસ કરવાની તૈયારી છે. ઇથેનોલનો ઉપયોગ આગામી દિવસોમાં ઇંધણ તરીકે થવાનો છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દોઢ બે વર્ષ પહેલાં આપેલું કથન યાદ આવી રહ્યું છે. જેમાં તેમણે ઇથેનોલના કારણે પેટ્રોલના ભાવ ઘટી જશે એવો દાવો કર્યો હતો. મતલબ કે શું પેટ્રોલના ભાવ ઘટાડવાના પાયા નર્મદામાં નંખાઈ રહ્યા છે? કારણ કે નર્મદા સુગર ફેક્ટરીમાં શેરડીનું ક્રશિંગ કર્યા બાદ મોલાસિસ અને બાદમાં તેમાંથી ઇથેનોલ બનાવાઈ રહ્યું છે. સુગર ફેક્ટરીમાંથી 3 સરકારી ઓઇલ કંપનીઓ ઇથેનોલની ખરીદી કરે છે અને 21 દિવસમાં પેમેન્ટ ચૂકવે છે. જેનો લાભ ભરૂચ અને નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22 હજાર ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
Source link