નવી દિલ્હી: કલ્યાણ જ્વેલર્સના શેરે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે, છેલ્લા 15 દિવસમાં આ શેર લગભગ 36 ટકા તૂટી ચૂક્યો છે. 2 જાન્યુઆરીએ તેનું માર્કેટ કેપ 82 હજાર કરોડ રૂપિયા હતું, જે અત્યારે 52 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે બે અઠવાડિયામાં જ રોકાણકારોના 30 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા છે. આજે સતત ત્રીજા દિવસે આ કંપનીના શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. NSE પર બપોરે 3.00 વાગ્યે કલ્યાણ જ્વેલર્સનો શેર 6.55 ટકાના ઘટાડા સાથે 502.85 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. નવા વર્ષ એટલે કે 2025ના બીજા જ દિવસે આ શેર રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. જે બાદ આ શેરનું વેચાણ શરૂ થયું, જે 14 જાન્યુઆરી સુધી ચાલું રહ્યું. જેથી આ શેરના ભાવમાં ઘટાડો શરૂ થઈ ગયો.
કેમ અચાનક તૂટ્યો શેર?
કલ્યાણ જ્વેલર્સના શેરના ઘટાડાનું સૌથી મહત્ત્વનું કારણ પ્રોફિટ બુકિંગ છે, કારણ કે ગયા વર્ષે તે બુલેટ ટ્રેનની સ્પીડે ઉપર ચડ્યો હતો. ગયા વર્ષે એટલે કે 2024માં તે 116 ટકાથી વધારે મજબૂત થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં આ શેરમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે, તો એક મહિનામાં આ શેર 33 ટકા તૂટ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેણે 39 ટકા રિટર્ન આપ્યું છે, તો ત્રણ વર્ષમાં કલ્યાણ જ્વેલર્સના શેરનું રિટર્ન 621 ટકા રહ્યું છે.
આ પણ વાંચોઃ
આને કહેવાય રૂપિયાનો વરસાદ! માત્ર 3 દિવસમાં જ આ શેરે રોકાણકારોના રૂપિયા કરી દીધા ડબલ
ઓવરસોલ્ડ ઝોનમાં છે કલ્યાણ જ્વેલર્સના શેર
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ચાર્ટ પર કલ્યાણ જ્વેલર્સના શેર ઓવરસોલ્ડ ઝોનમાં છે, તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) 21 પર છે અને તેના 30થી નીચે જવાનો મતબલ ઓવરસોલ્ડ થાય છે. CNBC-ટીવી 18 સાથેની વાતચીતમાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કહ્યું કે, છેલ્લા અઢી વર્ષથી કંપનીના શેરે શાનદાર રિટર્ન આપ્યું છે. વર્તમાનમાં જે દબાણ જોવા મળી રહ્યું છે, તે શોર્ટ ટર્મ માટે છે. પ્રોફિટ બુકિંગ, બ્રોડર મેક્રોઈકોનોમિક ફેક્ટર્સ અને કરેક્શનને કારણે શેરમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચોઃ
90 પૈસાના શેરને ખરીદવા રીતસરની પડાપડી! સતત 2 દિવસથી લાગી રહી છે અપર સર્કિટ
બ્રોકરેજે શું કહ્યું?
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના ચંદન ટાપરિયાનું કહેવું છે કે, કલ્યાણ જ્વેલર્સના શેર લોઅર ટોપ અને લોઅર બોટમ બનાવી રહ્યા છે, કારણ કે તે 800 રૂપિયાના લેવલને પાર કરી શક્યા નથી. તેમનું કહેવું છે કે, લગભગ 5 વખત તેણે 780 – 795 રૂપિયાના ઝોનને તોડવાનો પ્રોયાસ કર્યો, પરંતુ અંતે તે હારી ગયો અને નીચેની તરફ ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે હજુ વધારે પ્રોફિટ બુકિંગ થઈ શકે છે. જો તે 530 રૂપિયાની નીચે આવે છે તો તે ઘટીને 490-495 રૂપિયા સુધી પહોંચી શકે છે. તો બ્રોકરેજ ફર્મ્સ HSBC અને Citiએ તેનો 810 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર