Vaibhav Suryavanshi: 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી IPL ઓક્શનમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી છે. IPL 2025ની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ ટીમે તેને 1.10 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. તે હાલમાં જ અંડર-19 એશિયા કપમાં ભારત તરફથી રમતા જોવા મળ્યો હતો. ત્યારબાદ તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો.
લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
હવે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટની દુનિયામાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ભારત માટે લિસ્ટ-એ મેચ રમનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વિજય હજારે ટ્રોફીમાં તે બિહાર તરફથી મધ્ય પ્રદેશ સામે રમ્યો હતો અને આ રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીની ઉંમર હાલમાં 13 વર્ષ અને 269 દિવસ છે અને તેણે અલી અકબરનો રેકોર્ડ તોડ્યો છે. અલી અકબરે 1999/2000 સીઝનમાં વિદર્ભ માટે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તેની ઉંમર 14 વર્ષ 51 દિવસ હતી.
આ પણ વાંચો: ‘મારી લડાઈ સરકાર સાથે, કલાકારો સાથે નહીં…’ જાણીતા સિંગરને દિલજીત દોસાંઝનો જવાબ
પહેલી મેચ ફ્લોપ રહી
વિજય હજારે ટ્રોફીની વૈભવ સૂર્યવંશીની પહેલી જ મેચમાં તે કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને બે બોલમાં માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પ્રથમ બેટિંગ કરતા બિહારની ટીમે કુલ 196 રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન શકીબુલ ગનીએ સૌથી વધુ 50 રનની ઇનિંગ રમી હતી. આ પછી મધ્ય પ્રદેશે રજત પાટીદાર અને હર્ષ ગવળીની મદદથી લક્ષ્યનો પીછો કર્યો અને 6 વિકેટે જીત મેળવી. હર્ષે 83 અને પાટીદારે 55 રન બનાવ્યા હતા.