**દાહોદ:**ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 88 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જણાવી દઈએ કે, આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી છે.
બનાવની વિગતો જોઈએ તો, દાહોદ શહેરના ગોવિંદ નગર અક્ષર એપાર્ટમેન્ટ એકમાં રહેતી અને સહયોગ કો.ઓ.ક્રેડિટ સોસાયટીમાં એજન્ટ તરીકે 2014 થી જયમાલા કામ કરતી હતી. તેના જ પરિવારના બાબુભાઈ અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ અગ્રવાલ દ્વારા નાના અને મધ્યમ વર્ગના પરિવારો દ્વારા દૈનિક બચતમાં જમા કરાવતા 88,95,100 રૂપિયા જેટલી માતબર રકમ ક્રેડિટ સોસાયટીમાં જમા કરાવવાની જગ્યાએ બારોબાર ઉચાપત કરી ફરાર થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો:
વલસાડ: પતિએ તેની પત્ની પર કરી આડા સંબંધની શંકા, પછી જે થયું…
આ મામલે સહયોગ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંકના મેનેજર દિવ્યાંગ ભટ્ટે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ માસ અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા જયમાલા અગ્રવાલ તેમજ તેના પુત્ર ધવલ અંડર ગ્રાઉન્ડ થઈ જતા શોધખોળ આદરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો ન લાગ્યો હતો.
દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર