વેદાંતાના શેર 12 ડિસેમ્બરની સવારે કારોબાર દરમિયાન લગભગ 2 ટકા સુધી ઉછળીને 526.60 રૂપિયાના નવા હાઇ લેવલ પર પહોંચી ગયા હતો. આ તેજી વેદાંતા ચાલુ નાણાંકીય વર્ષ માટે ચોથું અંતરિમ ડિવિડેન્ડ જાહેર કરવાની તૈયારીમાં છે તે સમાચાર બાદ આવી હતી. કંપનીએ આ મામલે 16 ઓગસ્ટના રોજ બોર્ડની બેઠક બોલાવી હતી. જેમાં વચગાળાનું ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ આજે સવારે 10.00 વાગ્યાની આસપાસ વેદાંતાના શેર 1.54 ટકાના ઘટાડા સાથે તેની રેકોર્ડ કિંમત 526.95 રૂપિયાથી 22 રુપિયા જેટલા સસ્તા ભાવે કારોબાર કરી રહ્યા હતા. જોકે ગત સપ્તાહમાં આવેલી ધમાકેદાર તેજીથી વેદાંતાના શેર હવે 2024ના મલ્ટીબેગર સ્ટોકની લિસ્ટમાં સામેલ થઇ ગયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કંપનીના શેરોમાં લગભગ 103 ટકાની તેજી આવી છે. તો છેલ્લા એક વર્ષમાં કંપનીએ પોતાના રોકાણકારોને લગભગ 112.33 ટકા રીટર્ન આપ્યું છે.
વેદાંતાએ શેર માર્કેટ્સને આપેલી સૂચનામાં જણાવ્યું હતું કે, તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની સોમવાર, 16 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાણાકિય વર્ષ 2024-25 માટે ચોથું અંતરિમ ડિવિડન્ડ જાહેર કરવા પર વિચાર કરવામાં આવ્યો હતો અને તેને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ
ફાયદાનો સોદોઃ આ 5 શેરમાં કમાણીનો મોકો છે જ્યારે TCS સહિતના 3 શેર કરાવશે નુકસાની
કંપનીએ જણાવ્યું કે, “આ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ મંગળવાર, 24 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.” રેકોર્ડ ડેટ દ્વારા કંપની ડિવિડન્ડ માટે યોગ્ય શેરધારકોની ઓળખ કરે છે.
BSE પર હાલના આંકડાઓ અનુસાર, વેદાંતા છેલ્લા એક વર્ષમાં 4 વખત પોતાના શેરધારકોને ડિવિડેન્ડ આપી ચૂકી છે. કંપનીના કુલ 35 રૂપિયા ડિવિડન્ડ તરીકે આપ્યા છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં કંપનીએ 4352 કરોડનો કન્સોલિડેટેડ શુદ્ધ નફો નોંધાવ્યો હતો, જ્યારે એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં કંપની 1783 કરોડ રૂપિયાની ખોટમાં રહી હતી. જોકે, કંપનીનું રેવેન્યૂ આ દરમિયાન છેલ્લા એક વર્ષની સરખામણીમાં 3.6 ટકા ઘટીને 37,171 કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે તેનો EBITDA ક્વાર્ટર બેઝ પર 44 ટકા વધીને 10,364 કરોડ રૂપિયા રહ્યો હતો.
આ પણ વાંચોઃ
સૌથી નાની ઉંમરના ચેસ ચેમ્પિયન ડી ગુકેશના જીવનની આ હકીકતો તમને નહીં ખબર હોય
વેદાંતાએ છેલ્લા એક વર્ષમાં ક્યારે અને કેટલા રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે, તે તમે નીચે આપેલા ટેબલમાં જોઇ શકો છો.
ડિવિડેન્ડની એક્સ ડેટ | રકમ |
---|---|
23 ડિસેમ્બર, 2024 | 8.50 રૂપિયા |
10 સપ્ટેમ્બર, 2024 | 20 રૂપિયા |
2 ઓગસ્ટ, 2024 | 4 રૂપિયા |
24 મે, 2024 | 11 રૂપિયા |
27 ડિસેમ્બર, 2023 | 11 રૂપિયા |
હવે આ તમામ આંકડા વચ્ચે રોકાણકાર તરીકે તમારે શું કરવું જોઈએ? શું કંપનીએ પ્રતિ શેર જાહેર કરેલા 8.50 રુપિયા ડિવિડન્ડ માટે 505 રુપિયાની આસપાસથી આ શેર ખરીદવો જોઈએ કે હાલ હજુ તેના નીચે તૂટવાની રાહ જોવી જોઈએ? અહીં મહત્વનું છે કે વેદાંતાનો શેર તેના રેકોર્ડ હાઈથી 22 રુપિયા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. તો શું આ એક ફાયદાનો સોદો રહેશે? હવે, જો તમે આ શેર ખરીદવા કે નહીં તે નિર્ણય વિચારી રહ્યા હોવ તો વધુ એક અપડેટ પર પણ તમારે નજર રાખવી જોઈએ. સોમવારે બજાર બંધ થયા બાદ કંપનીએ માહિતી આપી હતી કે ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે કંપનીના નોન-કન્વર્ટિબલ બોન્ડનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, રેટિંગ અંગેનો આ નિર્ણય વેદાંતા લિમિટેડની નાણાકીય સુગમતામાં સુધારાની સાથે કંપનીના રિફાઇનાન્સિંગના જોખમમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આટલું વેઇટિંગ હોય તો કન્ફર્મ ટિકિટ મળી જાય બાકીના રહી જાય, ખુદ રેલવે કરી દીધો ખુલાસો
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર