હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર ગાળિયો કસાયો! કરાયું અતિમહત્ત્વનું સૂચન

HomeGandhinagarહોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોર પર ગાળિયો કસાયો! કરાયું અતિમહત્ત્વનું સૂચન

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગાંધીનગર: આજકાલ મોટાભાગની હોસ્પિટલોમાં ઈન હાઉસ મેડીકલ સ્ટોર જોવા મળતાં હોય છે, ત્યારે આ અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. આ બાબતે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર દ્વારા જરૂરી સૂચન કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.

રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. આવામાં ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.

આ પણ વાંચો: 
માવઠું થશે! હાજા ગગડાવી નાંખે તેવી ઠંડી માટે તૈયાર થઈ જાવ: પરેશ ગોસ્વામીની આગાહી

જેથી જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોને “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી ” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon