આણંદ: ભારતમાં વિવિધ પ્રકારના છોડ જોવા મળતા હોય છે. હિમાલય અને ગિરનારમાં એવા અનેક છોડો જોવા મળતા હોય છે જે અનોખા અને ઉપયોગી હોય છે. જો કે, તેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. આવું જ એક છોડ કે જેનું નામ ઝાંઝીબાર ઝેરમ્બેટ છે. ભારતમાં ફક્ત વેસ્ટર્ન ઘાટ અને કેરળમાં જોવા મળતા ઝાંઝીબાર ઝેરમ્બેટ વિશે મોટાભાગના લોકો અજાણ હશે. આ દેખાવે ખૂબ જ સુંદર અને ઔષધીય ઉપયોગીતાથી ભરપૂર છોડ છે. જેના વિશે આજે આપણે જાણીશું.
ઔષધીય ગુણોથી ભરપુર છે ઝાંઝીબાર ઝેરમ્બેટ
આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. કલ્પેશ ઈશનાવાએ જણાવ્યું હતું કે, “આ પ્લાન્ટ આદુના પ્લાન્ટની પ્રજાતિનો છે. આદુની વિવિધ પ્રકારની 141 જેટલી સ્પીસીસ જોવા મળે છે. જેમાંથી આ પ્લાન્ટ અનેક રીતે ઉપયોગી છે. આ પ્લાન્ટને બીટર જીંજર તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, તેનો સ્વાદ થોડો કડવો હોય છે. આ પ્લાન્ટનું ઇન્ફલ્યુઅન્સ ફાઈન કોન જેવું દેખાતું હોવાના કારણે આ પ્લાન્ટને પાઇનકોન જીંજર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટનો સૌથી વધારે ઉપયોગ શેમ્પુ બનાવવા માટે કરવામાં આવતો હોવાના કારણે શેમ્પુ જીંજર પણ આનું નામ છે.”
ભારતમાં વેસ્ટર્ન ઘાટ અને કેરળમાં જોવા મળે છે આ છોડ
આ ઉપરાંત આના લીવ્સ ખૂબ જ મોટા હોવાના કારણે બ્રોડલીવ જીંજર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટ ઇન્ડિયા, શ્રીલંકા અને મલેશિયા જેવા દેશમાં જોવા મળે છે. જેમાં ખાસ કરીને ભારતમાં વેસ્ટર્ન ઘાટ અને કેરળમાં જ આ પ્લાન્ટ જોવા મળે છે. આ પ્લાન્ટ અમુક પર્ટિક્યુલર વાતાવરણમાં જ ઉગી શકે છે. આ પ્લાન્ટ સૌથી વધારે ટ્રોપિકલ અને સબ ટ્રોપિકલ સાઉથ એશિયામાં જોવા મળે છે. આ પ્લાન્ટ ઉપર જુલાઈથી નવેમ્બર મહિના દરમિયાન ફળ આવતા હોય છે. પ્લાન્ટની ઓળખ વિશે વાત કરીએ તો, તેનું ઇન્ફલ્યુઅન્સ ૬ થી ૧૨ સેન્ટીમીટર લાંબુ હોય છે. જે શરૂઆતમાં ગ્રીન કલર અને બાદમાં રેડ કલરનું દેખાય છે. આ છોડના ખૂબ જ મોટા પાંદડા આવેલા હોય છે.
આયુર્વેદિકની દ્રષ્ટિએ કેવી રીતે ઉપયોગી
આ છોડ આયુર્વેદિકની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે, આમાં અનેક પ્રકારની પ્રોપર્ટીઝ આવેલી છે. જે લોકોને ભૂખ નથી લાગતી તે લોકો માટે આના રાઈઝીમનો પાવડર ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત જે લોકોને શરીરમાં દુખાવો, તાવ, ડાયેરિયા, કોન્સ્ટિપેશન, વોમિટિંગ, ઇન્ટેસ્ટાઇન, ગાંઠિયો વા વગેરે જેવી બીમારીમાં પણ આ છોડનો ઉપયોગ સારા એવા પ્રમાણમાં કરવામાં આવે છે. ખાસ કરીને આ છોડનો ઉપયોગ વાળ માટે કરવામાં આવે છે. આનો ઉપયોગ કન્ડિશનર બનાવવા માટે કરવામાં આવે છે. કારણ કે, આનાથી વાળ સોફ્ટ અને ચમકદાર બને છે. આ ઉપરાંત જે લોકોના વધુ પડતા વાળ ખરતા હોય તેમના વાળને રિપેર કરવા માટે પણ આનો ઉપયોગ ખૂબ જ સારા પ્રમાણમાં કરવામાં આવે છે. આથી જ આમાંથી શેમ્પૂ અને કન્ડિશનર બનાવવામાં આવે છે. વાળની સાથે સાથે આ સ્કીન ડિસીઝમાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત આના પાવડર સાથે મધ ભેળવીને લેવાથી ખૂબ જ વધારે પડતો દુખાવો, કફ, અસ્થમા જેવી બીમારી પણ દૂર થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર