નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનના તણાવની વચ્ચે બજારમાં દબાણ દેખાઈ રહ્યું છે. એવામાં રોકાણકારોએ શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. કયા સેક્ટર્સ પર ફોકસ કરવું જોઈએ. તેના પર વિસ્તારથી ચર્ચા પર ELIXIR EQUITIESના ડિરેક્ટર દીપન મહેતાએ કહ્યું કે, હવે તેઓ વેઈટ એન્ડ વોચ મોડમાં કામ કરી રહ્યા છે. તે કંપનીઓની યાદી બનાવી રહ્યા છે, જ્યાં વેલ્યૂએશન હજુ પણ સારું છે અને કંપનીએ સારું પ્રદર્શન કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, સારા વેલ્યૂએશનવાળા શેરો પર ફોકસની સ્ટ્રેટેજી હોવી જોઈએ. કારણ કે, બજાર એક રેન્જમાં ફસતુ દેખાઈ રહ્યું છે. જ્યાં કંપનીના પરિણામ નબળા છે, ત્યાંથી બહાર નીકળી રહ્યા છે. તેમણે આ વાતચીતમાં કહ્યું કે, નવા રોકાણ પહેલા કરેક્શનની રાહ જુઓ. તેઓ નવી ખરીદીને જગ્યાએ કેશ વધારી રહ્યા છે.
[ad_1]
Source link


