- પત્નીએ જ પતિ સામે ફરિયાદ નોંધાવી
- અધુરા માસે બાળક જન્મતાં ઘટનાની જાણ થઇ
વિસનગર પાસેના ગામમાં કળિયુગી પાલક પિતાએ તેની સગીર વયની દિકરીની સાથે તેની મરજી વિરૂદ્ધ 8 માસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. તેણીને દુઃખાવો ઉપડતાં દવાખાને લઇ જવાઈ હતી જ્યાં ડોક્ટરે તેણી ગર્ભવતી હોવાની જાણ કરી હતી. માતાએ તેની સગીર વયની દિકરીની પૃચ્છા કરતાં તેણીએ તેના પાલકપિતાએ જ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતાં તેની માતાએ વિસનગર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિસનગર પાસેના ગામમાં પાલકપિતાએ તેની સગીર વયની પુત્રી પર 8 માસ અગાઉ દુષ્કર્મ આચર્યુ હતુ. દરમિયાન તેણીને પેટમાં દુઃખાવો ઉપડતાં ખાનગી દવાખાને લઇ જવાઈ હતી. ડોક્ટરે સોનોગ્રાફી કરતાં તે ગર્ભવતી હોવાની જાણ થઇ હતી. બાદમાં તેની માતા તેને મહેસાણા સિવિલમાં લઇ જતાં ડોક્ટરે તેની નોર્મલ સુવાવડ કરાવી હતી. અધુરા માસે પુત્રનો જન્મ થયેલ હોઇ સારવાર માટે દાખલ કરેલ છે. આ અંગે તેણીએ જણાવેલ કે તેના પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અને કોઇને કહીશ તો ઘરમાંથી કાઢી મુકીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી કોઇને આ વાત કરી ન હતી. બીજી વાર રક્ષાબંધનના દિવસે તેની માતા પિયરમાં જતાં તેના પાલકપિતાએ ફરીવાર દુષ્કર્મ આચર્યુ હતુ.