હાપા માર્કેટ યાર્ડમાં અજમાની હરાજીનો પ્રારંભ

HomeJamnagarહાપા માર્કેટ યાર્ડમાં અજમાની હરાજીનો પ્રારંભ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Mushroom side effects: नुकसान से बचना है तो इन समस्याओं में नहीं खाएं मशरूम | Mushroom side effects

इन लोगों के लिए मशरूम नुकसानदायक : Mushroom side effects Mushroom side effects: एलर्जी की समस्या में कुछ व्यक्तियों को मशरूम...

જામનગર: જામનગર પંથકનો અજમો દેશભરમાં પ્રખ્યાત છે. અહીંના મોટાભાગના ખેડૂતો જામનગર માર્કેટિંગ યાર્ડમાં અજમો વેચવા માટે આવતા હોય છે. કારણ કે જામનગર યાર્ડમાં અન્ય યાર્ડની સરખામણીએ અજમોના પૂરતા ભાવ મળતા હોય છે. ત્યારે તાજેતરમાં અજમોના ભાવમાં સારો એવો વધારો નોંધાઈ રહ્યો છે. આજે જ જામનગર યાર્ડમાં નવા અજમાની આવકનો શ્રી ગણેશ થયા છે. આજની જ વાત કરવામાં આવે તો ગઈકાલની સરખામણીએ આજે અજમોના ભાવમાં 1500 રૂપિયા જેટલો વધારો થયો છે.

હાપા યાર્ડ અજમા માટે ગુજરાત અને દેશભરમાં જાણીતું છે. જેથી મગફળીની માફક અજમો વેચવા પણ જામનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી ખેડૂતો આવતા હોય છે. ત્યારે આજે હાપા યાર્ડમાં નવા અજમાની આવકનો શ્રીગણેશ થયા છે. અમરેલી જિલ્લાના ઘનશ્યામનગર (ખાંભા) ગામના ખેડૂત મુન્નાભાઈ માધાભાઈ અજમો વેચવા માટે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. આ દરમિયાન અજમાને હારતોરા કરી અને શ્રીફળ વધેરી હરાજીનો પ્રારંભ કરાયો હતો. જેમાં હરાજી દરમિયાન અમરેલી પંથકના ખેડૂતના અજમાની ગુણવત્તાને ધ્યાનમાં લઈને 4551 રૂપિયા જેવા ભાવ મળ્યા હતા. 10 મણ અજમો આજે હરાજીમાં વેચવા આવ્યા હતા, જેના મણ દીઠ 4551 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી.

News18

અજમાની નિકાસ વિદેશમાં પણ મોટા પાયે થાય છે. દેશભરની સ્પાઈસ બ્રાન્ડેડ કંપનીઓ જામનગરથી અજમો ખરીદે છે. એવો દાવો કરવામાં આવે છે કે આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પણ જામનગર યાર્ડમાંથી એમના એજન્ટો મારફત અજમાની ખરીદી કરે છે. મહત્વનું છે કે સમગ્ર રાજ્યમાં અજમાના ભાવની હરાજી માટેનો જ પ્રારંભ જામનગરથી જ થાય છે અને તેના આધારે સમગ્ર રાજ્યમાં અજમાની હરાજી થાય છે.

આ પણ વાંચો:
આ ફૂલની ખેતીમાં રોજની રોકડી આવક, રોગ અને જીવાતની ચિંતામાંથી મુક્તિ

અજમા ઉપરાંત જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, જીરું, લસણ સહિતના પાકની પણ ધીંગી આવક થઈ રહી છે. આ તમામ જણસોના ભાવને લઈ ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હાલ અજમાના ભાવે ખેડૂતોને રાજીના રેડ કરાવ્યા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon