Last Updated:
હાલારમાં મોટો પ્રમાણમાં જીરું વાવેતર થાય છે. યાર્ડમાં નવું જીરું આવી રહ્યું છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે જીરુંની આવક થઈ હતી. આજે 17 હજાર ગુણી જીરું યાર્ડમાં ઠલવાયું હતું.
જામનગર: જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતનો હાલાર પંથક એટલે જીરુંનો ગઢ. જીરુંનું અહીં સૌથી સારું વાવેતર પણ થાય છે અને ઉત્પાદન પણ થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની પ્રતિકૂળતાએ જીરું પકવતા ખેડૂતોની કમર તોડી નાખી છે. જીરુંની ગુણવત્તા ઘટી હોવાથી હાલ ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે હાલ જીરુંની સિઝન હોવાથી સૌથી વધુ જીરુંની આવક નોંધાઈ છે. એક જ રાતમાં 17,000 ગુણી જીરુંની આવક નોંધાઈ છે. જામનગરના ઇતિહાસમાં સૌથી વધુ કહી શકાય છે. બીજી તરફ ગત વર્ષે આ દિવસોમાં જીરુંના ભાવ હતા, તેની સરખામણીએ આ વર્ષે જીરુંના ભાવમાં ગત વર્ષે કરતાં 2 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાઈ છે.
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા અનુસાર ગત રાત્રીના 8:00 વાગ્યાથી સવારે 8:00 વાગ્યા સુધી જીરુંની આવક ખોલવામાં આવી હતી. જેના ભાગરૂપે ખેડૂતો જીરું વેચવા ઉમટી પડ્યા હતા. જીરુંના જથ્થા ભરેલા 250 વાહનો અને અંદાજિત 17,000 ગુણી જીરુંની આવક થઈ છે. આ જીરુંની આવક હાપા યાર્ડની અત્યાર સુધીના ઇતિહાસની સૌથી વધુ આવક ગણાય છે.
મહત્વનું છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીરુંની આવક ખૂબ ઓછી જણાઈ રહી છે કારણ કે ગત વર્ષે ફેબ્રુઆરી માર્ચથી સાત માર્ચ સુધીમાં જીરુંની આવક 1,46,520 મણ થઈ હતી અને જીરુંના ભાવ 3500 થી 6 હજાર રૂપિયા જેવા મળ્યા હતા. જ્યારે તેની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીથી લઈ 7 માર્ચ સુધીમાં 72,500 મણ જીરુંની આવક નોંધાય છે. જેના ભાવમાં ગત વર્ષ કરતાં 2000 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો છે.
આ પણ વાંચો: કૂલર ખરીદવું છે? કન્ફ્યુઝન છો? જાણો ખરીદી માટેની બેસ્ટ ટીપ્સ
આ વર્ષે 2900 રૂપિયાથી લઈને 4180 રૂપિયા જેવા જ સરેરાશ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ વર્ષે જીરુંનો પાક તૈયાર હતો ત્યારે ઝાકળ આવતા જીરુંના પાકમાં નુકસાની જોવા મળી રહી છે. ગુણવત્તા સારી ન હોવાથી પાકના ભાવ ઘટી ગયા છે.
Jamnagar,Gujarat
March 19, 2025 2:53 PM IST