– ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં મળતા ઇજાગ્રસ્તને પાટાપિંડી કરી રિફર કરાયા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાના હરીપર બ્રિજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સજાયો હતો. અકસ્માતમાં ટ્રેલર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા રહદારીઓએ ૧૦૮ મારફતે તે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના હરીપર બ્રીજ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેલરના ચાલકને ગંભીર ઇજા પહોંચતા રાહદારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટર કે ઓર્થોપેડિક ન હોવાના કારણે ઇજાગ્રસ્તને પાટાપિંડી કરી સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરીપર બ્રિજ નજીક પાંચ દિવસના અંતરમાં અકસ્માતનો પાંચમો બનાવ બન્યો ત્યારે ધ્રાંગધ્રાની ઓર્થોપેડિક ડોક્ટર નહીં હોવાના કારણે તમામ બનાવમાં ઇજાગ્રસ્તને પાટાપિંડી કરી અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. ત્યારે તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠવા પામી હતી.