– ખાપટનો શખ્સ પંદર મહિનાથી વોન્ટેડ હતો
– પૈસાની ઉઘરાણીમાં પાંચ ઈસમે હત્યા કરી હતી, મુખ્ય આરોપી ઘેર આવનાર હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લીધો
પોરબંદર : પોરબંદરના રતનપર ગામના દરિયાકાંઠે સ્મશાન નજીક ઓગસ્ટ ૨૦૨૨માં યુવાનની હત્યા થઈ હતી. આ બનાવમાં કુલ છ શખ્સો સામે ગુનો નોંધાયો હતો, જેમાં મુખ્ય આરોપી રાજુ કારા ઓડેદરા સવા વર્ષથી વોન્ટેડ હતો જેને પોલીસે પકડી પાડયો છે.
પોરબંદરના રાહુલ હેમંતભાઈ શાહ નામના યુવાનની લાશ રતનપર ના દરિયા કિનારે થી બીનવારસુ અને કોહવાયેલી મળી હતી.