- દર વર્ષે અહીં દેશ વિદેશમાંથી લાખો યાત્રિકો અહીં આવતા હોય છે
- ઢગલાંઓ જોઈને લોકો સ્વચ્છતાનો કંઇક અલગ જ સંદેશો લઇ જતા હોય છે
- સફઈમાં પાલીતાણામાં સુધરાઇ વામણી સાબિત થઈ રહી
આમ તો પવિત્ર યાત્રાધામ પાલીતાણાએ એક સિદ્ધ ભૂમિ કહેવાય છે, અને દેશ અને વિદેશમાં જૈનના યાત્રાધામ તરીકે ખ્યાતિ પણ પામેલ છે, અને દર વર્ષે અહીં દેશ વિદેશમાંથી લાખો યાત્રિકો અહીં આવતા હોય છે, પાલીતાણામાં ઠેર ઠેર તમને કચરાના ઢગલા જોવા મળે છે, ભારત સરકારનું અભિયાન એક ભારત, શ્રોષ્ઠ ભારત, અને સ્વચ્છ ભારતના જાણે અહીંયા ધજાગરા ઉડતા તસવીરો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, જાણે સફઈમાં પાલીતાણામાં સુધરાઇ વામણી સાબિત થઈ રહી છે.
આપણે જાણે એક બાજુ ગૌરક્ષા ની વાતો કરતા હોય ત્યારે બીજી બાજુ કચરાના ઢગલામાં ગાયો ઉભી રહે અને કચરોના ઠગલામાં પ્લાસ્ટિક ખાતી ગયો પણ જોવા મળે છે,
પાલીતાણાનું તંત્ર નિંદ્રામાંથી જાગી સ્વચ્છ ભારત વિશે જાગૃત થઈ નક્કર કામ કરે તે જરૂરી છે. રોજબરોજ હજારોની સંખ્યામાં બહાર ગામના લોકો પાલીતાણામાં શત્રુંજય તીર્થની યાત્રા કરવા યાત્રિકો આવતા હોય છે તેમજ અહિથી બગદાણા, ભગુડા જેવા તીર્થમાં પણ દર્શને જવા પસાર થતાં હોય છે ત્યારે ઠેર ઠેર કચરાના ઢગલાંઓ જોઈને યાત્રાધામમાં સ્વચ્છતાનો કંઇક અલગ જ સંદેશો લઇ જતા હોઈ છે.