સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર 8.4 ડિગ્રી તાપમાન, નવેમ્બરના અંતે શિયાળો દેખાયો | Temperatures plummet to 8 4 degrees Celsius on Girnar Mountain

HomeJunagadhસૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર 8.4 ડિગ્રી તાપમાન, નવેમ્બરના અંતે શિયાળો દેખાયો...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Gujarat Weather: નવેમ્બર મહિનાના અંતમાં હવે રાજ્યના ઘણાં ખરા વિસ્તારોમાં શિયાળો દેખાયો છે. બુધવારે (27મી નવેમ્બર) ગિરનાર પર 8.4 ડિગ્રી અને જૂનાગઢ શહેરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. સવાર અને રાતના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો બીજી બાજુ કચ્છ-સૌરાષ્ટ્ર પર ઠંડીનો વધુ પ્રભાવ વર્તાયો છે.

રાજકોટ, અમરેલી, કેશોદ અને દરિયાકાંઠાના પોરબંદરમાં ૧૫ ડિગ્રી આસપાસ 

કચ્છ-સૌરાષ્ટ્રમાં બુધવારે જ્યાં-જ્યાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહ્યું તે શહેરોમાં નલિયા 13.8 ડિગ્રી સેલ્સિયસ, કંડલા (ઍરપૉર્ટ) 14.3 ડિગ્રી, અમરેલી 14 ડિગ્રી, રાજકોટ 15.2 ડિગ્રી, મહુવા 15.5 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત દરિયાકાંઠાના પોરબંદરમાં 14.5 ડિગ્રી દેવભૂમિ દ્વારકામાં 20.4, ઓખા 21.6, વેરાવળ 20.7, દીવમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે રાજ્યમાં 26થી 35 ડિગ્રી તાપમાન વચ્ચે શિયાળાની અસર ઓછી અને ક્યાંક તો તાપ પણ અનુભવાય છે.

આ પણ વાંચો: સરકારી લાભ લેવામાં ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઇ! ધારાસભ્યોના વૈભવી ફ્લેટમાં 110 કરોડનું ફર્નિચર

આ વખતે નવેમ્બર માસ પસાર થવા છતાં હજુ ઠંડીની અસર જોવા મળી ન હતી, પરંતુ છેલ્લા એક બે દિવસથી ઠંડીમાં વધારો થયો છે. આજે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 31.7, લઘુત્તમ 13.4, સવારે હવામાં ભેજનું પ્રમાણ 72 અને બપોરે 25 ટકા તેમજ પવનની ઝડપ પ્રતિકલાક 2.3 કિ.મી.ની રહી હતી. જ્યારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 8.4 ડીગ્રી રહ્યું હતું. નવેમ્બર માસ હવે પૂર્ણ થવામાં છે, ત્યારે ભેજનું પ્રમાણ ઘટવા લાગ્યું છે જેના કારણે સવારે અને રાતના સમયે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે દિવસના ઠંડક રહે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં રહે એવું અનુમાન વ્યક્ત કર્યું છે.


સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો, ગિરનાર પર 8.4 ડિગ્રી તાપમાન, નવેમ્બરના અંતે શિયાળો દેખાયો 2 - image



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon