સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું નિધન

HomeGondalસૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું નિધન

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • મહિપતસિંહ જાડેજાનો જન્મ સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો
  • અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા
  • મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા

સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનુ આજે સવારે નિધન થયુ છે. જેમાં મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામના વતની હતા. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય સભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. તથા મહિપતસિંહ જાડેજાના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી વ્યાપી છે.

સૌરાષ્ટ્રના દરેક સમાજમાં દુઃખની લાગણી

ક્ષત્રિય સમાજ સહિત સૌરાષ્ટ્રના દરેક સમાજમાં દુઃખની લાગણી છે. જેમાં મહિપતસિંહ જાડેજા ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. મહિપતસિંહ જાડેજાએ ધારાસભ્ય કાળ દરમિયાન સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા.

સરકાર દ્વારા બહારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું અને બહુચર્ચિત નામ હતું. તેઓને સરકાર દ્વારા બહારવટીયા પણ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેઓ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેઓએ ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરી છે જેના તેઓ પ્રમુખ પણ બન્યા હતા.

અનોખી રીતે ઉજવ્યો હતો 83મો જન્મદિવસ

મહિપતસિંહે 83મો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. તેમણે જન્મદિવસની પોતાના મરસિયા સાંભળીને ઉજવણી કરી હતી. મહિપતસિંહ જાડેજાએ તે સમયે કહ્યું હતું કે કોઇ માણસ મૃત્યુ પહેલા મરસિયા સાંભળી ન શકે પરંતુ તેમણે જીવન જીવી લીધું છે અને હવે તેની મરસિયા સાંભવાની ઇચ્છા છે. મરસિયાની આ પરંપરા શુરા રણબંકા હમીરજી ગોહીલ બાદ ક્ષત્રિય સમાજના મહિપતસિંહ પોતાના મરસિયા ગવડાવ્યા હતા. લોકસાહિત્યના 12 જેટલા કવિઓ આ મરસિયા ગાયા હતા. તેની સાથે સાથે મહિપતસિંહ વતન રીબડાની 111 દિકરીઓને કન્યાદાન પણ કર્યું હતું. મહિપતસિંહ જીવતું જગતિયુ કર્યું હતું. મહિપતસિંહ જાડેજા પોતે માનતા હતા કે તેમણે જીવનના તમામ રંગો તેમણે જોઇ લીધા છે અને એટલા માટે અંતિમ રંગ પોતાના જ મરસિયા પણ તેઓ જોવા માંગે છે અને એટલા માટે જ આ કાર્યક્રમ કર્યો હતો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon