સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસ રેડ દરમિયાન ભીમા દુલાની વાડીમાંથી હથિયારો મળ્યા હતા. ચાર હથિયારોના લાઈસન્સ તેમના પુત્ર લખમણ ભીમા અને પુત્ર વધુના નામે હતા. હથિયારની શરતો મુજબ નિયમ કરતા વધુ કારતુસ પોલીસે કબ્જે કર્યા હતા. હથિયારના લાઈસન્સ નિયમ મુજબ 100 કારતુસ રાખવાના હોય છે. 100થી વધારે કારતુસ મળતા લખમણ ઓડેદરા અને સંતોકબેન લખમણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. લાયસન્સની શરતો ભંગની આ બન્ને સામે ફરિયાદ નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ, દિવાળી પહેલા સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર પરિવાર પર માઠી બેઠી છે. ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં હથિયારોના લાયસન્સની શરતનો ભંગ કરી હોવાથી ગુન્હો નોંધાયો છે. નિયમ મુજબથી વધુ કારતુસ રાખીયાની FRI નોંધાઇ હતી. ગઈ કાલે ગેંગસ્ટર પિતા ભીમા દુલા પર ફરિયાદ નોંધાઇ હતી. જોકે આજે પુત્ર લખમણ અને પુત્રવધુનો વારો આવ્યો છે.
હથિયારોના લાયસન્સની શરત ભંગ કરતા ફરિયાદ
સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર પરિવાર સામે કાર્યવાહી થઈ છે. ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે હથિયારોના લાયસન્સની શરતનો ભંગ કરવા બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, નિયમ મુજબથી વધારે કારતુસ રાખ્યાં હતા. આ બાબતે FIR થઈ હોવાનું સામે આવ્યું છે.
પોરબંદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે લખમણ દુલા ઓડેદરા
મહત્વની વાત એ છે કે, ગઈ કાલે ભીમા દુલાના સામે ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી જ્યારે હવે તેના પુત્ર લખમણ અને પુત્રવધુ સામે FIR નોંધવામાં આવી છે. ભીમા દુલાનો પુત્ર લખમણ દુલા ઓડેદરા પોરબંદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કામગીરી કરે છે. તેના પાસે નિયમ કરતા વધારે કારતુસ હોવાની ફરિયાદ નોંધાઈ છે.