નવી દિલ્હીઃ આ કંપની Waaree Renewable છે. વારી રિન્યુએબલ ટેકનોલોજી લિમિટેડ ભારતની એક મુખ્ય કંપની છે, જે મુખ્ય રૂપથી સૌર ઊર્જા (સોલર અનર્જી) સંબંધિત પ્રોડક્ટ અને સેવાઓમાં વિશેષતાઓ ધરાવે છે. કંપનીની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે, વારી રિન્યુએબલ ઉચ્ચ ગુણવત્તાવાળા સોલર ફોટોવોલ્ટિક મોડ્યુલ બનાવે છે. સોલર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ સોલર એનર્જી સોલ્યૂશન્સ આપે છે. તે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સટ્રક્શન સેવાઓ આપે છે.
શેરે આપ્યુ બમ્પર રિટર્ન
જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી શેરે 252 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે, એક વર્ષમાં શેરે 300 ટકાનું રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં તેણે 2300 ટકાનું રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચોઃ
ટેક્સ પેમેન્ટ પર થઈ જશે 16.6 ટકાની ભારે ભરકમ બચત, આ ટોપ સિક્રેટ ન ખબર હોય તો જાણી લેજો
કંપનીનો સૌથી મોટો નિર્ણય
Waaree Renewable Technologiesએ એક્સચેન્જને જણાવ્યું કે, હવે એનએસઈ પર લિસ્ટિંગ થશે. કંપનીના શેર હાલ બીએસઈ પર લિસ્ટ છે. 19 ડિસેમ્બરના રોજ થયેલા બોર્ડ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
ઘટતા બજારમાં આ શેરને મળ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ, 6-6 એક્સપર્ટે કહ્યું- ખરીદી લો
કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો કારોબારી વર્ષ 2023-24ના જુલાઈ સપ્ટેમ્બર ક્વાટરના મુકાબલે કારોબારી વર્ષ 2024-25ના જુલાઈ સપ્ટેમ્બર ક્વાટરમાં કંપનીનો નફો 18.32 કરોડ રૂપિયાથી વધીને 53.54 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીની આવક પણ 150.06 કરોડ રૂપિયાથી વધીને 524.47 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર