Sonakshi Sinha વિવાદ | સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને શત્રુઘ્ન સિંહા પર મુકેશ ખન્ના એ કરેલી વિવાદીત ટિપ્પણી બાદ હવે કુમાર વિશ્વાસે (Kumar Vishwas) આડકતરી રીતે નિશાન સાધ્યું છે અને તેમના પર કમેન્ટ કરીને વિવાદ સર્જ્યો છે. કુમાર વિશ્વાસે નામ લીધા વિના લોકોને મેસેજ આપ્યો અને કહ્યું કે તેઓ તેમના બાળકોને રામાયણ શીખવે. કુમાર વિશ્વાસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કુમાર વિશ્વાસે સોનાક્ષી સિંહાની ટીકા કરી (Kumar Vishwas Criticizes Sonakshi Sinha)
કુમાર વિશ્વાસે કહ્યું, “તમારા બાળકોને રામાયણ શીખવો. એવું બની શકે કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ હોય, પરંતુ તમારા ઘરની ‘લક્ષ્મી’ કોઈ બીજું છીનવી લે.” તમને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહાનું પારિવારિક નામ “રામાયણ” છે અને તેમની પુત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ મુસ્લિમ પરિવારમાંથી આવતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે.
આ પણ વાંચો: પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના ઘરની બહાર હંગામો, ઓસ્માનિયા યુનિવર્સિટીના લોકોએ કરી તોડફોડ
આજના બાળકોને ઠપકો આપ્યો
કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, “તમારા બાળકોને સીતાજીની બહેનો અને ભગવાન રામના ભાઈઓના નામ યાદ કરવા દો. હું એક સંકેત આપું છું, જે સમજે છે તેમણે તાળીઓ પાડવી જોઈએ. તમારા બાળકોને રામાયણના નામ શીખવો. ગીતાનો અધ્યયન કરો અને સાંભળો. અન્યથા એવું બને કે તમારા ઘરનું નામ ‘રામાયણ’ થઈ જાય અને તમારા ઘરમાંથી શ્રી લક્ષ્મી કોઈ અન્ય લઈ જાય.
આ પણ વાંચો: મહાત્મા ગાંધીને લઈને અભિજિત ભટ્ટાચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, ‘તે પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા’
સોનાક્ષી સિંહા ને પહેલી વાર રામાયણ સાથેના તેના જોડાણ માટે ટીકાનો સામનો કરવો પડ્યો એવું નથી. પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરેલા લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (KBC)માં હિન્દુ મહાકાવ્ય વિશેના પ્રશ્નનો ખોટો જવાબ આપવા બદલ અમિતાભ બચ્ચનની ટીકા કરી હતી. થોડા દિવસો પહેલા મુકેશ ખન્નાએ તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાના નિવેદનોને યાદ કર્યા હતા. સોનાક્ષીએ પણ મુકેશ ખન્નાના નિવેદન પર પલટવાર કર્યો હતો.
સોનાક્ષી સિંહા અને મુકેશ ખન્ના વચ્ચે વિવાદ ક્યાંથી શરુ થયો? જાણો
બોલિવૂડમાં સેલેબ્રિટીઝ વચ્ચે વિવાદ કંઈ નવું નથી. સોનાક્ષી સિંહા અને મુકેશ ખન્ના વચ્ચે થયેલો વિવાદ પણ એવો જ એક પ્રસંગ છે. રામાયણ મામલે શરુ થયેલા આ વિવાદમાં મુકેશ ખન્ના બાદ કુમાર વિશ્વાસ સહતિ નેતાઓ પણ આડકતરી રીતે જોડાતાં આ મામલો ટોકિંગ પોઇન્ટ બન્યો છે. સોશિયલ મીડિયામાં બંને પક્ષે એકબીજાને ટ્રોલ કરી રહ્યા છે. તો આવો જાણીએ કે આખરે આ વિવાદ શરુ ક્યાંથી થયો?
સોનાક્ષી સિંહા સાથે શું થયું હતું?
સોનાક્ષી સાથેના આ વિવાદની શરૂઆત કૌન બનેગા કરોડપતિ શોમાંથી થઈ હતી. જ્યાં સોનાક્ષી સિંહા રામાયણને લગતા એક પ્રશ્નનો જવાબ આપી શકી ન હતી. જેને આધારે મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહા અને તેમના પરિવારને લઈને કેટલીક ટિપ્પણીઓ કરી હતી.
મુકેશ ખન્નાએ સોનાક્ષી સિંહાના ઉછેર પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો અને તેમના પિતા શત્રુઘ્ન સિંહા પર પણ ટિપ્પણી કરી હતી. આના જવાબમાં સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર મુકેશ ખન્નાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે મુકેશ ખન્નાને રામાયણના ઉપદેશો યાદ કરાવ્યા હતા અને તેમને માફ કરવાની વાત કહી હતી.