
- મહિલાઓે 1 કિમી દૂરથી પાણી લાવવા મજબૂર બની
- પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરવા છતાં ઉકેલ નહીં
- તાપી નદીનું પાણી છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભ ટાંકામાં આવતું ન હોવાથી હાલાકી
સોનગઢના અગાસવાણ ગામના ટાંકલી ફળિયાના 35 પરિવારો છેલ્લા 4 મહિનાથી પાણીની કારમી તંગીનો સામનો કરી રહ્યાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં ફળિયાના લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવા તંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી.
સોનગઢના મોટે ભાગના ગામોમાં તાપી નદીનું પાણી પહોંચાડવા માટે બોરીસાવર યોજના બનાવવામાં આવી છે.બોરીસાવર ગામે બનેલી આ યોજના થકી તાપી નદીનું પાણી સોનગઢના ગામે ગામ પહોંચતુ હોવાના દાવા પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.આ યોજના અંતર્ગત બોરીસાવરથી તાપી નદીનું પાણી આમલી ગામે ઉંચી ટાંકીમાં ભરી ત્યાંથી અગાસવાણ ગામે ભુગર્ભ ટાંકામાં પહોંચાડવાનું આયોજન કરાયુ છે. પરંતુ પાણી પુરવઠા વિભાગની ઘોર લાલીયાવાડીના કારણે છેલ્લા 4 માસથી આમલી ગામની ઉંચી ટાંકીથી તાપી નદીનું પાણી અગાસવાણના ટાંકલી ફળિયામાં આવેલા ભૂગર્ભ ટાંકામાં પહોંચતુ નથી.તેથી ટાંકલી ફળિયાના ઘરે ઘરે મુકવામાં આવેલા નળોમાં પાણી આવતું નથી. નળમાં પાણી આવતું ન હોવાથી ટાંકલી ફળિયાના લોકો છેલ્લા ત્રણ મહિનાથી 500 મીટર દૂર આવેલા એક કુવામાંથી પાણી લાવી ન્હાવા,ધોવા,પીવા અને ઢોરઢાંખરને પણ પીવડાવવા માટે ઉપયોગ કરતા હતા.પરંતુ છેલ્લા એક મહિનાથી કૂવામાં પણ પાણી ખૂટી જતા ફળિયાની મહિલાઓએ 1 કિમી.દૂર આવેલા એક હેન્ડપંપ પરથી માથે દેગડા મુકી ચાલીને પાણી લાવવુ પડે છે. મહિલાઓને માત્ર પીવા માટે જ હેન્ડપંપ પરથી મળે છે.હેન્ડપંપમાં પાણી પુરતું ન હોવાથી ફળિયાના લોકોએ પાણી ખરીદવુ પડી રહ્યું છે. લોકો પાંચ કિમી દુરથી ટ્રેક્ટરમાં ટાંકી મુકી તેમાં પાણી ભરીને લાવવા માટે મજબુર બન્યા છે.આ એક ટાંકી પાણીના લોકોએ રૂા.500 ચુકવવા પડી રહ્યાં છે. પાણીની છેલ્લા 4 માસથી ચાલી આવેલી આ તીવ્ર તંગી બાબતે ફળિયાના લોકો ગ્રામ પંચાયતથી લઈને પાણી પુરવઠા વિભાગના સ્થાનીક કર્મચારીઓને વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે. પરંતુ અગાસવાણના ટાંકલી ફળિયાના લોકોની પાણીની સમસ્યાનો નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ કે સ્થાનીક તંત્રએ હજુ સુધી કોઇ પગલા લીધા નથી.
પાણીની સમસ્યા અંગે ફરિયાદ કરવા છતાં ઉકેલ નહીં
તાપી જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અવારનવાર જિલ્લા સેવા સદનના એસી હોલમાં બેસી લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે ચર્ચા કરતા જોવા મળે છે.તંત્ર દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવેલ છે.પરંતુ હકીકતમાં લોકો દ્વારા રૂબરૂમાં અને તે પણ વારંવાર ફરીયાદ કરવા છતા પાણીની સમસ્યાનો નિકાલ તંત્ર દ્વારા લવાતો નથી.
[ad_1]
Source link