સુરેન્દ્રનગર જિલ્લામાં રવી પાકનું 1.72 લાખ હેક્ટરમાં વાવેતર | Rabi crop planted in 1 72 lakh hectares in Surendranagar district

HomeSurendranagarસુરેન્દ્રનગર જિલ્લામાં રવી પાકનું 1.72 લાખ હેક્ટરમાં વાવેતર | Rabi crop planted...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– ગત વર્ષ કરતા 67 હજાર હેક્ટર ઘટયું

– જિલ્લામાં ઘઉંનું 32,709 અને ચણાનું 34,803 હેક્ટરમાં વાવેતર : સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં 57,100 અને સાયલામાં 2,593 હેક્ટરમાં વાવણી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ૧૩ ડિસેમ્બર સુધીમાં શિયાળુ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ૬૭,૬૭૦ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૩માં ૧૩ ડિસેમ્બર સુધીમાં ૨,૪૦,૨૪૪ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું હતું જેની સામે ચાલુ વર્ષે ૨૦૨૪માં ૧,૭૨,૫૭૪ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે. પિયત માટે સમયસર અને પુરતુ પાણી ન મળતા તેમજ રવિપાકના પુરતા ભાવ ન મળતા વાવેતરમાં ઘટાડો નોંધાયાની શક્યતાઓ સેવાઇ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ખેતીથી વિમુખ થતાં જતાં હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે કારણ કે ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં શિયાળુ વાવેતરમાં અત્યાર સુધીમાં ૬૭,૬૭૦ હેક્ટરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે ઘઉં, જીરૂ, વરિયાળી, ચણા, ઘાસચારો અને શાકભાજી સહીતના પાકનું શિયાળામાં વાવેતર કરવામાં આવે છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૩મા ૧૩ ડિસેમ્બર સુધીમાં ૨,૪૦,૨૪૪ હેક્ટર જમીનમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૧,૭૨,૫૭૪ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે. 

વાવેતરમાં ઘટાડો થવા પાછળના મુખ્ય કારણોમાં સમયસર પિયત માટે નર્મદા કેનાલમાં પાણી ન મળતું હોવાનું કારણ મુખ્ય માનવામાં આવી રહ્યું છે, આ મોંધા ભાવના બીયારણ, ખાતર અને દવાનો છંટકાવ કર્યા બાદ પણ શિયાળુ પાકમાં વરિયાળી, ઘઉં અને ચણા તેમજ જીરુંના પુરતા ભાવ ન મળતા ખેડૂતોને આથક નુકસાન સહન કરવાનો વારો આવતો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છ. એકતરફ ખેડૂતોને અને ખેતીને સમૃધ્ધ કરવાની મોટી મોટી વાતો વચ્ચે વાવેતરમાં થયેલો ધરખમ ઘટાડો કાંઇક અલગ જ ચિત્ર બતાવી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીને જીવંત રાખવા ખેડૂતોને સમયસર પિયત માટે પાણી અને પાકના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

ગત વર્ષની સરખામણીમાં ઘઉં અને ચણાના વાવેતરમાં વધારો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં વાવેતરમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ઘઉં અને ચણાના પાકના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. વર્ષ ૨૦૨૩ માં ઘઉંનું ૨૯૮૮૫ જ્યારે ચણાનું ૨૫૪૫૫ હેક્ટરમાં વાવેતર નોંધાયું હતું જેની સામે વર્ષ ૨૦૨૪ માં ઘઉંનું ૩૨૭૦૯ અને ચણાનું ૩૪૮૦૩ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે.

ગત વર્ષે જીરૂ અને વરીયાળીના ભાવ ન મળતાં વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩ માં જીરૂનું ૭૧૦૧ હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું હતું પરંતુ ચાલુ વર્ષે ૫૭૯૯૫ હેક્ટર જમીનમાં જ વાવેતર થયું છ જ્યારે વરીયાળીનું ગત વર્ષે ૬૮૧૫૫ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું પરંતુ ચાલુ વર્ષે માત્ર ૧૪૦૧૧ હેક્ટર જમીનમાં જ વરીયાળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બન્ને શિયાળુ પાકનું વાવેતર ઘટવા પાછળ મુખ્ય કારણ ગત વર્ષે ખેડૂતોને પુરતા ભાવ ન મળતા આ વર્ષે વાવેતરમાં ઘટાડો નોંધાયો હોવાની શક્યતાઓ છે.

વર્ષ ૨૦૨૪માં તાલુકા દીઠ વાવેતર

તાલુકાનું નામ            વાવેતર હેકટરમાં (૧૩ ડિસેમ્બર સુધી)

ચોટીલા                   ૧૩૪૦૬

ચુડા                           ૫૮૭૫

દસાડા                  ૧૫૮૭૦

ધ્રાંગધ્રા                 ૫૭૧૦૦

લખતર                 ૧૬૯૪૨

લીંબડી                ૧૬૩૮૨

મુળી                        ૧૪૨૦૧

સાયલા               ૨૫૯૩

થાન                       ૪૪૯૦

વઢવાણ              ૨૫૭૧૫

કુલ…              ૧૭૨૫૭૪



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon