સુરેન્દ્રનગરમાં ગરમીનો પ્રકોપ:42 ડિગ્રીમાં ઝાલાવાડ શેકાયું, બપોરે બજારો સૂમસામ; બરફ-શેરડીના રસની માંગમાં વધારો

0
9


સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીએ માઝા મૂકી છે. જિલ્લામાં ગઈકાલે રાજ્યનું સૌથી ઊંચું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું. ગરમીના કારણે બપોરના સમયે મુખ્ય બજારો સૂમસામ ભાસે છે. લોકો ધોમધખતા તાપમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ પરિસ્થિતિની સીધી અસર વેપાર-ધંધા પર પડી રહી છે. બીજી તરફ, બરફના ગોળા, શેરડીના રસ અને ઠંડા પીણાંની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન વિભાગે રાજ્યના દસ જિલ્લાઓમાં તાપમાન વધવાની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો વધવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે લોકોને બપોરે 1થી 4 દરમિયાન બહાર ન નીકળવા અપીલ કરી છે. તેમણે નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો, સગર્ભા મહિલાઓ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને ખાસ સાવચેતી રાખવા સૂચન કર્યું છે. ચક્કર આવવા કે બ્લડ પ્રેશર વધવા જેવી સમસ્યા ઉદ્ભવે તો તાત્કાલિક તબીબી સહાય લેવા જણાવ્યું છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here