Surendrangar News : સુરેન્દ્રનગરના ચુડામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચુડાના વિજયનગરમાં આવેલા ભાડિયામાં કૂવામાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. કૂવામાં પડી જવાથી મૃત્યુ થનારા બે બાળકો સગા ભાઈ-બહેન હતા. બંને ભાઈ-બહેન ઘરની નજીક આવેલા કૂવા પાસે રમી રહ્યા હતા તે સમયે કૂવામાં પડી ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બાળકો કઈ રીતે કૂવામાં પડ્યા તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
કૂવામાં પડી જવાથી સગા ભાઈ-બહેનના મોત
મળતી માહિતી મુજબ, ચુડાના વિજયનગર વિસ્તારમાં કૃણાલ અને રોશની કાવેઠીયા નામના ભાઈ-બહેનના કૂવામાંથી મૃતદેહ મળી આવ્યા હતા. બંને ભાઈ-બહેન ઘરેથી રમવા માટે નીકળ્યા બાદ ઘરે પરત પહોંચ્યા ન હતા. બાદમાં તેઓના મૃતદેહ ઘર પાસેના કૂવામાંથી મળી આવતા પરિવારે આક્રંદ મચાવ્યો હતો. ઘટનાને લઈને બે બાળકોને ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે. જો કે, બંને બાળકો કૂવામાં કેવી રીતે પડ્યા તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
આ પણ વાંચો: મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો: ભુજમાં 17 વર્ષીય કિશોરે ગેમ હારી જતાં કર્યો આપઘાત
પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેના બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કેવી રીતે આ બનાવ સર્જાયો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.