સુરતમાં વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડ સાથે દાદાગીરી, માથાભારે લોકોએ લાતો અને મુક્કા મારી લોહીલુહાણ કર્યો | Security guard assaulted kicked and punched by rowdy people in Surat

0
7

Antisocial elements Terror in Surat: રાજ્યમાં અસામાજિક તત્ત્વો અને માથાભારે લોકો દ્વારા દાદાગીરીની ઘટના સતત વધતી જાય છે. રાજ્યના અલગ વિસ્તારોમાંથી દરરોજ દાદાગીરીના વીડિયો સામે આવે છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી માથાભારે ઇસમો દ્વારા સિક્યોરિટી ગાર્ડને નિર્દયતાપૂર્વક માર મારવાની ઘટના સામે આવી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આરોપીઓની કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના આનંદમહેલ રોડ પર આવેલી માલવિયા હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવતા 77 વર્ષીય ભાઇલાલભાઇ પ્રજાપતિ શનિવારે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન કાર લઇને આવેલા બે ઇસમોએ હોસ્પિટલના પાર્કિંગમાં ઉભા રહીને પેશાબ કરવા લાગ્યા હતા. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ભાઇલાલભાઇએ તેમને ત્યાં પેશાબ કરવાની ના પાડી, અટકાવ્યા હતા. જેથી એક ઇસમ ઉશ્કેરાય જઇને સિક્યોરિટી ગાર્ડને બેરહમીપૂર્વક માર માર્યો હતો. તેણે વૃદ્ધ સિક્યોરિટી ગાર્ડનો પગ પગડીને રસ્તા પર ઢસડી લાતો અને મુક્કા માર્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. 

આ દ્વશ્યો જોઇને બે મહિલાઓ તથા હાજર લોકોએ વચ્ચે પડી સિક્યોરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. સિક્યોરિટી ગાર્ડને માથાના ભાગમાં ઇજા પહોંચતાં તેમને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

આ સમગ્ર મામલે રાંદેર પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બનાવના સ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માથાભારે ઇસમોની કારનો નંબર પોલીસ પાસે હોવાથી આરોપીઓને પકડવામાં સરળતા રહેશે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here