સુરતના નિહાલીમાં દીપડો પાંજરુ તોડીને ભાગતા ફફડાટ, વન વિભાગની નબળી કામગીરી સામે રોષ | Leopard escapes from cage in Surat’s Nihali

Homesuratસુરતના નિહાલીમાં દીપડો પાંજરુ તોડીને ભાગતા ફફડાટ, વન વિભાગની નબળી કામગીરી સામે...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Surat News : સુરતના નિહાલી ગામે દીપડાની અવર-જવર થતી હોવાની સ્થાનિકોએ વન વિભાગમાં જાણ કરી હતી. ત્યારબાદ વન વિભાગે અલગ-અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવીને દીપડાને પકડી પાડ્યો હતો. પરંતુ પાંજરે પુરાયાની ગણતરીના કલાકોમાં જ દીપડો પાંજરાના સળિયા તોડીને ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે વન વિભાગ દોડતું થયું હતું અને દીપડા ફરી પકડી પાડવા કવાયત હાથ ધરી. 

સુરતના નિહાલી ગામે પાંજરુ તોડીને ભાગ્યો દીપડો

સુરત જિલ્લાના મહુવાના નિહાલી ગામે છેલ્લા ઘણી સમયથી દીપડો ગામમાં આંટાફેરા મારતો હોવાની વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ પછી વન વિભાગ એક્શનમાં આવીને ટીમ દ્વારા દીપડાને પકડી પાડવા માટે પાંજરુ ગોઠવ્યું હતું, જેમાં દીપડો પકડાય ગયો હતો. 

આ પણ વાંચો: ગોતામાં નીલગાય સાથે અથડાતા બાઈક સવારનું મોત, એક બાળક સહિત બે ઈજાગ્રસ્ત

ગામમાં દીપડાની અવન-જવનથી ગ્રામજનોમાં ડરનો માહોલ છવાયો હતો, ત્યારે વન વિભાગની ટીમ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાય ગયો હતો. આ દરમિયાન પાંજરે પુરાયેલા દીપડાને જોવા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. તેવામાં દીપડાએ ધમપછાડા કર્યા અને પાંજરાના સળિયા તોડીને દીપડો ભાગી ગયો હતો. જ્યારે વન વિભાગની નબળી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon