- ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદ
- ચૂંટણી પંચે પાટણ DEO પાસેથી મંગાવ્યો રીપોર્ટ
- ચંદનજી ઠાકોરના વાયરલ વિડીયો અંગે થઇ હતી ફરિયાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સિદ્ધપૂર કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવતા ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો વચ્ચે વાતાવરણ તંગ બન્યું છે.
મળતી માહિતી મુજબ ભાજપે કોંગ્રેસના સિદ્ધપુરના ઉમેદવાર ચંદનજી ઠાકોરના વાયરલ થયેલા વીડિયો મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આથી ચૂંટણી પંચે ભાજપની ફરિયાદ મામલે રીપોર્ટ મંગાવ્યો છે. આ માટે ચૂંટણી પંચે પાટણ ડીઈઓને રીપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.