મુખ્ય સૂત્રધાર ભાગી જવામાં સફળ
મહાદેવ મંદિર પાછળ એમરી તળાવ પરથી બુટલેગરનો માણસ દારૂ-બિયર સાથે પકડાયો
નડિયાદ: સિંહુજ એમરી તળાવ પરથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને રૂ.૬,૧૫૦ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર નાસી ગયો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સિંહુજ મહાદેવ મંદિર પાછળ એમરી તળાવ પર વિનુ ઉર્ફે લાલો ધુલાભાઈ ડાભી તેના માણસ રાજેશ પરમાર પાસે દારૂનું છૂટક વેચાણ કરાવતો હતો. જ્યાં પોલીસે રેડ પાડતા મળી આવેલા ઈસમની અટક કરી પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે રાજુ પુનમભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું.
જ્યારે વિનુભાઈ ઉર્ફે લાલો ધુલાભાઈ ડાભી મળી આવ્યો ન હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ ક્વોટર નંગ ૪૫ કિંમત રૂ.૪,૫૦૦ના તેમજ બિયર ટીમ નંગ ૪ કિંમત રૂ.૪૦૦ મળી રૂ.૪,૯૦૦નો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે અંગજડતીમાંથી રૂ.૧,૨૫૦ રોકડા મળી કુલ રૂ.૬,૧૫૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.