સાવરકુંડલામાં રસોઇમાં ઉપયોગી વાસણ સસ્તા મળે – Kitchen utensils available at cheap prices in Savarkundla

0
5

Last Updated:

સાવરકુંડલા શહેરમાં લોખંડમાંથી રસોડાની વસ્તુઓ બનાવવામાં આવે છે, જે ગુજરાત અને ભારતભરમાં વેચાય છે. સસ્તી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ માટે લોકો આકર્ષાય છે.

X

સાવરકુંડલામાં

સાવરકુંડલામાં રસોઇમાં ઉપયોગી વાસણ સસ્તા મળે

અમરેલી: અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા શહેરમાં લોખંડમાંથી રસોડાના વપરાશની વસ્તુઓ બનાવવામાં આવે છે, જેને સમગ્ર ગુજરાત અને ભારતભરમાં વેચવામાં આવે છે. લોખંડ ઉદ્યોગ માટે સાવરકુંડલા ભારતના સૌથી જૂના અને પ્રસિદ્ધ શહેરોમાંનું એક છે. સાવરકુંડલાથી વિદેશમાં પણ લોખંડની અનેક વસ્તુઓ નિકાસ કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના આ શહેરમાં ઘરના રસોડામાં વપરાતી તમામ વસ્તુઓ 5 રૂપિયાથી લઈને 500 રૂપિયાની કિંમત સુધીની મળી શકે છે.

નગદીયા જય રાજેશભાઈએ જણાવ્યું કે તેઓએ બેચલર ઓફ એન્જિનિયરિંગ સુધી અભ્યાસ કર્યો છે અને તેમની વય 27 વર્ષ છે. તેઓએ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ, તેઓ પોતાના પિતા સાથે પરંપરાગત વ્યવસાયમાં જોડાયા હતા. નોકરીમાં જેટલા પૈસા મળતા નથી એટલા વ્યવસાયમાંથી મળે છે. હાલ, તેઓ લોખંડ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે અને લોખંડમાંથી બનતી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, જેનું વેચાણ પણ કરે છે.

જયભાઈએ વધુમાં જણાવ્યું કે નાવલી નદીના કિનારે તેમનો સ્ટોર આવેલો છે અને તેમના નિવાસસ્થાન વિસ્તારમાં લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતી તમામ વસ્તુઓ જેવી કે છરી, દસ્તા, ખાડણી, ઝારા, બકડિયા, તપેલા, ગેસ સ્ટવ વગેરે તૈયાર કરવામાં આવે છે. તેમની દુકાનમાં પાંચ રૂપિયાથી 500 રૂપિયા સુધીની રસોડામાં ઉપયોગી વસ્તુઓ મળી રહે છે, જેમાં સૌથી સસ્તી વસ્તુ પણ ઉપલબ્ધ છે.

જયભાઈએ વધુમાં જણાવ્યું કે સાવરકુંડલા અને અમરેલીમાં સૌથી સસ્તી રસોઈની વસ્તુઓ તેમના સ્ટોર પર ઉપલબ્ધ છે. તેનું મુખ્ય કારણ છે કે તેઓ જાતે મેન્યુફેક્ચરિંગ કરે છે, જેથી લોકો માટે આ વસ્તુઓ ઓછી કિંમતમાં મળે છે. રોજના 100 થી 150 લોકો તેમના સ્ટોર પર ખરીદી કરવા આવે છે. સસ્તી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓ હોવાને કારણે લોકો આકર્ષાય છે. રોજના 7,000 થી 10,000 રૂપિયા સુધીનું વેચાણ થાય છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here