અમરેલી: અમરેલીના બાળકો વિવિધ કલામાં ચમકી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા યુવકે રાજ્ય કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. યુવકે હાર્મોનિયમ વાદનમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો છે. કલરવ બગડાએ જણાવ્યું કે, “પોતે કોલેજ કરી રહ્યા છે અને યુથ ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાગ લીધો હતો. યુથ ફેસ્ટિવલમાં રાજ્ય કક્ષાએ હાર્મોનિયમ વાદનમાં બીજો નંબર પ્રાપ્ત થયો છે અને આ યુથ ફેસ્ટિવલની ઇવેન્ટ રાજકોટમાં યોજાઈ હતી. ગયા વર્ષે પાટણ ખાતે યોજાયેલી યુથ ફેસ્ટિવલની ઇવેન્ટમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર હાર્મોનિયમ વાદનમાં મેળવ્યો હતો. છેલ્લા બે વર્ષથી સતત હાર્મોનિયમ વાદનમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરી રહ્યા છે.”
કલરવ બગડાએ જણાવ્યું કે, “સાવરકુંડલા શહેરમાં આવેલી માધવ પરિવાર સંગીત શાળામાં 10 વર્ષથી હાર્મોનિયમ વાદન અને તબલા સહિત અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટનું જ્ઞાન મેળવી રહ્યા છે અને રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ નંબર મેળવી રહ્યા છે. હાર્મોનિયમ વાદનમાં સતત બે વર્ષથી પ્રથમ અને બીજો નંબર મેળવી રહ્યા છે. આગામી સમયમાં રાષ્ટ્રીય લેવલે યુથ ફેસ્ટિવલની તૈયારી હાલ કરી રહ્યા છે.”
સંગીત શિક્ષક અરવિંદભાઈ શેલડિયાએ જણાવ્યું કે, “પોતે 30 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે અને મોટી સંખ્યામાં બાળકો પોતાની પાસે સંગીત શીખવા માટે આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકો કલાની નગરી કહેવામાં આવે છે. સાવરકુંડલા તાલુકામાં તાલુકા કક્ષાનો યુવક મહોત્સવ, કલા મહોત્સવ હોય અને વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાએ સાવરકુંડલામાંથી જીત મેળવે છે.
આ પણ વાંચો:
દાદા પાસેથી વારસામાં મળ્યું સંગીત અને ગુરુએ પૂર્યા સૂર, શ્રેયા પંડ્યાની જબરી સિદ્ધિ
સાવરકુંડલા તાલુકા કક્ષાના મેળામાં કોમ્પિટિશનમાં ખૂબ જ હરીફાઈ હોય છે અને સાવરકુંડલા તાલુકો સંગીત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો તાલુકો છે. પોતાના ત્યાં આવી આવતા કલરવ બગડાએ રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવ્યો છે. હાર્મોનિયમ વાદનમાં બીજો નંબર મેળવ્યો છે અને કલરવ બગડા દર વર્ષે પ્રથમ નંબર રાજ્ય કક્ષાએ મેળવે છે, ત્યારે ચાલુ વર્ષે પણ યુથ ફેસ્ટિવલમાં બીજો નંબર રાજ્ય કક્ષાએ મેળવ્યો છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર