- જાગૃત વ્યક્તિએ રોડની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો
- વર્ષો બાદ સર્વિસ રોડ બનાવ્યો પણ માટી કામ પર જ ડામર પાથરી દેવાયો
- નેશનલ હાઈવે 27 પર ફોરલેન હાઈવે બનાવવામાં આવ્યો ત્યારે સર્વિસ રોડ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો
સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક સર્વિસ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. જેના પગલે રોડની કામગીરીમાં ગેરરીતિ કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી હતી. સાંતલપુર બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઈવે 27 પર ફોરલેન હાઈવે બનાવવામાં આવ્યો ત્યારે સર્વિસ રોડ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. જે રોડ તુટી જતા ઘણા વર્ષો બાદ સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી રોડ પર પડેલી માટી પર જ ડામરની કામગીરી કરવામાં આવી હોવાની અને નવીન બનાવવામાં આવેલ રોડ ગુણવત્તાયુક્ત નહીં હોવાનો અને રોડની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો વીડિયો પંથકમાં સોશિયલ મિડીયામાં વાયરલ થવા પામ્યો હતો. વર્ષો બાદ નેશનલ હાઈવેની સાઈડમાં રહેલ સર્વિસ રોડ નવો બનાવવામાં આવતો હોવા છતા કામગીરી ગેરરીતિ કારણે ગુણવત્તાયુક્ત રોડની કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.