સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે, અભ્યાસના ચિંતાજનક તારણ | Insufficient sleep for 3 consecutive nights may increase the risk of heart disease study finds

0
10


સળંગ 3 રાતની અપૂરતી ઊંઘથી હૃદયરોગની સમસ્યા વધી શકે, અભ્યાસના ચિંતાજનક તારણ 1 - image

Insufficient Sleep Impact Your Heart: ઘણા લોકો મોડે સુધી જાગવાને સિદ્ધિ ગણાવતા હોય છે. નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે, રાત્રે મોડે સુધી જાગવું એ અનેક રોગોને આડકતરું આમંત્રણ છે.

ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે

સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, સળંગ ત્રણ દિવસ સુધી રાત્રે ચાર કલાકથી ઓછા સમયની ઊંઘને કારણે લોહીમાં અનેક ફેરફારો થાય છે. જેના કારણે હૃદયરોગની સમસ્યાઓમાં વધારો થાય છે. અભ્યાસમાં પ્રોટીન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ અણુઓ શરીર જ્યારે તણાવમાં હોય ત્યારે રોગ સામે લડતા હોય છે. 

આ પણ વાંચો: 16 વર્ષમાં પહેલી વખત ચોમાસું વહેલું, કેરળમાં 8 દિવસ વરસાદની એન્ટ્રી વહેલી થતા સત્તાવાર જાહેરાત

15 તંદુરસ્ત યુવાનો પર અલગ-અલગ પરીક્ષણો કરવામાં આવ્યા 

જ્યારે આ પ્રોટીન્સ લાંબા સમય સુધી આ પ્રવૃતિ કરે છે ત્યારે તે રક્તવાહિનીઓને નુકસાન પહોચાડી શકે છે અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી કે હાર્ટ ફેલ્યોર, કોરોનરી આર્ટિલરી ડિસીઝ અને અનિયમિત હાર્ટબીટની સંભાવનાઓમાં વધારો કરે છે. આ અભ્યાસ માટે 15 સ્વસ્થ યુવાનોને લેબોરેટરીમાં રાખવામાં આવ્યા હતા.  

આ યુવાનોને ત્રણ દિવસ માટે 8.5 કલાકની યોગ્ય ઊંઘ અને ત્રણ દિવસ માટે 4.25 કલાકની ઊંઘ આપવામાં આવતી હતી. દરેક પ્રયોગના અંતે તેમને સાયક્લિંગ વર્કઆઉટ કરાવવામાં આવતું હતું. જે બાદ તેમના રિપોર્ટથી હૃદય રોગ થવાની સંભાવનાઓ વિશે જાણી શકાયું હતું.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here