- સ્પર્ધકોએ લાઈબ્રેરી તથા અન્ય વિષય સંલગ્ન પ્રશ્નોના ઉકેલ આપ્યા
- 26મી ઓગસ્ટ 2023ના રોજ *લાઈબ્રેરી અવેરનેસ સ્પર્ધા 2023 યોજાઈ હતી
- બી.ફાર્મના દરેક વર્ષના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
સલવાવમાં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ગત તારીખ 26મી ઓગસ્ટ 2023ના રોજ *લાઈબ્રેરી અવેરનેસ સ્પર્ધા 2023 યોજાઈ હતી. જેમાં પુસ્તકાલય જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે quiz competition y–u book review competition તેમજ know your subject competitionનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.ફાર્મના દરેક વર્ષના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાને સફળ બનાવવા માટે આકસસ્ટન્ટ પ્રોફેસર કુમારી ઊર્મિ પ્રજાપતિ, પ્રોફેસર કુમારી વિધિ પટેલ, પ્રોફેસર કુમારી શિવાની ગાંધી તેમજ જ્યોતિ યુ. પંડયાનો સહયોગ રહ્યો હતો. જેમાં રાઉન્ડ-1 અટલેકે quiz competition માં વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી અને વિવિધ વિષયોને લગતા ક્વિઝને ઉકેલ્યા હતા. જેમાં વિજેતા વિદ્યાર્થીઓ રાઉન્ડ-2 એટલેકે book review competition (બી.ફાર્મ.ના પહેલા વર્ષ) માટે જ્યારે know your subject competition (બી.ફાર્મ.ના બીજા, ત્રીજા અને ચોથા વર્ષ) સ્પર્ધા માટે ઉત્તીર્ણ થયા હતા.
જેમાં book review competition (બી.ફાર્મ.ના પહેલા વર્ષ) વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયો વિષે માહિતી આપી હતી જ્યારે know your subject competition (બી.ફાર્મ.ના બીજા, ત્રીજા અને ચોથા વર્ષ) સ્પર્ધા માટે વિદ્યાર્થીઓએ મહત્તમ પુસ્તકો વિષે માહિતી આપી હતી. આ દરેક સ્પર્ધાનું મૂલ્યાંકન જુદા જુદા ઇવાલ્યુએટર્શ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં book review competitionમાં સેમેસ્ટર 1માંથી પ્રીતિ તિવારી પ્રથમ સ્થાને, જેનિકા પટેલ દ્વિતીય સ્થાને અને ઓમ સદરાની તૃતીય સ્થાને રહ્યા હતા. તેમજ know your subject competitionમાં સેમેસ્ટર 3 માંથી સ્નેહાકુમારી ચૌહાણ પ્રથમ સ્થાને, શ્રીયા પટેલ દ્વિતીય સ્થાને અને મધુ સિંઘ તૃતીય સ્થાને રહ્યા હતા અને સેમેસ્ટર 5 માંથી નિશા પટેલ પ્રથમ સ્થાને, પ્રિયાંશી રાણા દ્વિતીય સ્થાને અને શુરભી સિંઘ તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે સેમેસ્ટર 7માંથી તપસ્વિની ભગત પ્રથમ સ્થાને, સોફિયા ભોજાણી દ્વિતીય સ્થાને અને અક્ષત જૈન તૃતીય સ્થાને રહ્યા હતા.