સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર

HomeKevadiyaસરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • ડેમની જળ સપાટી ગત વર્ષ કરતા 7 મીટર વધી
  • વીજ મથકો ચાલતા 19,205 ક્યૂસેક પાણી નર્મદામાં ઠલવાય છે
  • વીજ મથકો ચાલતા એવરેજ 19205 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું

ચોમાસાની સિઝનમાં ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. આ વખતે કેચમેન્ટના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટર પાર કરી ગઈ છે. અને હજુય સતત વરસાદના લીધે પાણીની આવક વધતાં સપાટી વધતી જાય છે.

સરદાર સરોવર નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 125.54 મીટરે નોંધાઈ હતી. હાલ પાણીની આવક – 65,766 ક્યુસેક છે. જેના કારણે જળ સપાટી દિવસે દર કલાકે એક બે સેન્ટિમીટર જ વધી રહી હતી. છેલ્લા 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 52 સે.મી.નો વધારો થયો છે. ડેમમાં કુલ પાણીનું લાઇવ સ્ટોરેજ 2221.66 મિલિયન ક્યૂબિક મીટર થયું હતું. ઉલ્લેખનીય પાણીની આવક એવરેજ 50થી 60 હજાર ક્યુસેક રહેતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાં ધરાવતા રિવર બેડ પાવર હાઉસના 6 મશીનો ચલાવવામાં આવતા 11624 મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. આ વીજ મથકો ચાલતા એવરેજ 19205 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon