સરકારે ગરીબોની દિવાળી સુધારી: 74 લાખ કટુંબોને સિંગતેલનું વિતરણ, 32 લાખ કુટુંબોને ખાંડનુ વિતરણ

HomeGandhinagarસરકારે ગરીબોની દિવાળી સુધારી: 74 લાખ કટુંબોને સિંગતેલનું વિતરણ, 32 લાખ કુટુંબોને...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Surendranagar: નૂરે મહમદી સોસાયટીમાં રાત્રે 3 કલાકે વાગતી સાઉન્ડ સિસ્ટમ જપ્ત કરાઈ

સુરેન્દ્રનગર શહેરમાં પોલીસે મોડી રાતના 3 કલાકે વાગતી સાઉન્ડ સીસ્ટમ જપ્ત કરીને નિયમોનો દંડો ઉગામ્યો હતો.સુરેન્દ્રનગર શહેરના એ ડીવીઝન પોલીસના નાગરભાઈ દલવાડી સહિતનાઓ રાતના...

ગાંધીનગર: દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના 74 લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ (સીંગતેલ) તથા 32 લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે એમ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં જણાવાયું છે.

પ્રતિકાર્ડ દીઠ 35 કિલો અનાજનું વિતરણ

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ  74 લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની 3.68 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની 17000 થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.તેમજ રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

વિના મૂલ્યે અનાજનું વિતરણ

રાજ્યના 66 લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ( Priority House Hold – P.H.H. ) 3.32 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ 5 કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં અને 15 કિલો ચોખા મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

કાર્ડદીઠ 1 લિટર પાઉચ

રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ તમામ ૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

15 રૂપિયાના રાહત દર ખાંડ

રાજ્યના બીપીએલ અને અંત્યોદય કુટુંબો મળી કુલ 32 લાખ જેટલા કુટુંબો મળવાપાત્ર ખાંડના જથ્થા ઉપરાંત વધારાની 1 કિ.ગ્રા. ખાંડનું અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15 ના રાહતદરે તથા  બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

50 રૂપિયાના રાહતદરે તુવેરદાળ

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના તમામ ૭૪ લાખ કુટુંબોને “અન્ન સુરક્ષા”ની સાથેસાથે પોષણયુક્ત પુરી પાડવા માટે  પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે. વધુમાં, રાજ્યમાં લોકલાગણીને ધ્યાને લઇને પ્રથમવાર તેલવાળી તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મીઠું 1 કિલોનું 1 રૂપિયે

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 1 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

તહેવારો દરમિયાન લોકોને મોટી રાહત

આમ, રાજ્ય સરકાર N.F.S.A. હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી તમામ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે ભારત સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરીને લોકો તહેવારો સારી રીતે રીતે ઉજવી શકે તે માટે સતત કાર્યરત છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon