સપનાના ઘર માટે દરેકને ઈચ્છા હોય છે. જોકે, સિક્કાની બીજી બાજુ એ છે કે, કેટલાક મકાનો તૈયાર છે, પણ તેમાં રહેવા કોઈ જતું નથી. ભરૂચના જે.બી.મોદી બાગ નજીક 500થી વધુ સરકારી આવાસ તૈયાર છે. પણ તેમાં કોઈ રહેવા તૈયાર નથી. દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. સંપૂર્ણ પેમેન્ટ ન થવાથી અને અન્ય ટેક્નિકલ કારણોસર લાભાર્થીઓએ પજેશન લીધું નથી. આજે સ્થિતિ એ છે કે લાખોના ખર્ચે તૈયાર સરકારી આવાસ જર્જરિત બન્યા છે. રખરખાવના અભાવે ઘણા મકાનો તો હવે રહેવા લાયક પણ રહ્યા નથી. સ્થિતિ એવી છે કે, તૈયાર મકાનો ઉભા છે, પરંતુ તેમા ગંદકીના ઢગલા છે. તો વળી જે મકાનોમાં લાભાર્થીઓ રહે છે ત્યાં પણ પાણી ટપકવાની અને ગંદકીની સમસ્યા છે. આ મામલે ભરૂચ પાલિકાના શાસક અને વિપક્ષ બન્ને મૌન ધારણ કરી બેઠા છે. પાલિકાના શાસકો સરકારી આવાસની દુર્દશા બાબતે કંઈ કહેવા તૈયાર નથી. હવે આ સ્થિતિમાં સરકારી યોજના ખંડેર બનશે કે લાભાર્થી સુધી લાભ પહોંચશે તે જોવું રહ્યું.
Source link