સમય મર્યાદામાં સાધનોની ખરાઇ નહીં કરાવનાર જિલ્લાના 39 વેપારી દંડાયા | 39 traders of the district fined for not getting their equipment verified within the time limit

0
9

– 232 વેપારીઓએ 385 સાધનોની ચકાસણી કરાવી

– વાર્ષિક, દ્વિ-વાર્ષિક વેપારીઓએ મુન્દ્રાકન ફી પેટે 2.97 લાખ ચુકવ્યા : 42 કેસમાં 42,500 નો દંડ

ભાવનગર : તોલમાપ વિભાગ દ્વારા ગત માસ અંતર્ગત હાથ ધરેલ ચેકીંગમાં ૩૯ કેસ વજન માપના અને ત્રણ કેસ પીસીઆરના કરી કુલ રૂા.૪૨,૫૦૦નો દંડ જિલ્લાના વેપારીઓને ફટકાર્યો હતો. જ્યારે નિયમિત વાર્ષિક અને દ્વિ-વાર્ષિક વજન-માપ સાધનો ખરાઇ કરાવવા માટે જિલ્લાના ૨૩૩ વેપારીએ ૩૮૫ સાધનોની ચકાસણી કરાવી ફી પેટે ૨.૯૭ લાખની આવક થવા પામી હતી.

ગ્રાહકોની સુરક્ષા માટે કાર્યરત જિલ્લા તોલમાપ કચેરી દ્વારા નિયમિતપણે મોબાઇલ ચેકીંગ ડ્રાઇવ ગોઠવવામાં આવે છે. જિલ્લાના પાલિતાણા, ભાવનગર, તળાજા, મહુવા, ગારિયાધાર વગેરે સ્થળોએ વેપારીના વજન-માપ સાધનો નિયમ પ્રમાણે છે અને ગ્રાહકોને ઓછુ વજન-માપ નથી મળતું ને તેનું ચેકીંગ કરાતું હોય છે. ગત એપ્રિલ માસ અંતર્ગત વિવિધ ચેકીંગ દરમિયાન વજન માપના કુલ ૩૯ કેસ કરી ૩૪૫૦૦ દંડ ફટકારાયો હતો. જ્યારે પીસીઆરના ૩ કેસ કરી ૮૦૦૦ દંટ ફટકારવામાં આવ્યો હોવાનું જણાયું છે. જ્યારે તમામ વેપારીને વાર્ષિક કે દ્વિ-વાર્ષિક પોતાના વજન-માપ સાધનોનું નિરીક્ષણ કરાવવાનું હોય છે જે મુજબ જિલ્લાના કુલ ૨૩૨ વેપારીઓએ પોતાના ૩૮૫ ઇલેક્ટ્રીક અને મેકેનીકલ વજન-માપ સાધનોની મુદ્રાંકન ચકાસણી કરાવી હતી જેની ફી પેટે તંત્રને રૂા.૨,૯૭,૪૨૦ની આવક નોંધાઇ છે. જ્યારે ઘણા વેપારી પોતાના વજન-માપ સાધનોની ખરાઇ ન કરાવતા હોય તેને પણ તોલમાપ ઇન્સપેક્ટર દ્વારા ચેકીંગ દરમિયાન કેસ કરી દંડ-માંડવાળ ફી વસૂલ કરતા હોય છે. જ્યારે ઉક્ત ૩૯ કેસમાં કરીયાણા, સોની, શાકભાજી, વે બ્રીજ અને પેટ્રોલ પંપનો પણ સમાવેશ થાય છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here