GST Tax Notice : રાજ્યમાં વધતા જતા છેતરપિંડી અને સાયબર ક્રાઇમના ગુનાઓ વચ્ચે પાટણમાં વધુ એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. યુવક સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે, તેમછતાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાની નોટિસ મળતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. યુવકે આ અંગે ગૃહ વિભાગ અને ક્રાઇમ બાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી છે.
વાત જાણે એમ છે કે પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલ સથવારા નામના યુવકને થોડા દિવસ પહેલાં કુરિયર મારફ્તે એક નોટિસ મળી હતી. જેમાં 1.96 કરોડનો ટેક્સ બાકી હોવાનું જણાવ્યું હતું. આ નોટિસ જોઇને તેના પગ નીચે જમીન સરકી ગઇ હતી અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા.
આ મામલાની ગંભીરતાને જોતા સુનીલ સથવારા પરિવાજનો સાથે એસ.પી. કચરીએ પહોંચ્યા અને ગૃહ વિભાગ તેમજ ક્રાઇમ બાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. આ જીએસટી ટેક્સ નોટિસમાં 11 જેટલી કંપનીઓની વિગતો હતી, આ યુવકના ડોક્યુમેન્ટ સાથે ચેડાં કરી તેના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.