ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોય છે, તેવી જ રીતે ઘણા લોકોના વાળ સફેદ કે ભૂખરા થઇ જતા હોય છે. સફેદ ભૂરા વાળની સમસ્યા દૂર કરવા માટે લોકો કેમિકલયુક્ત ડાઇ પેક કે કૃત્રિમ વાળના રંગોનો ઉપયોગ કરે છે. પરંતુ, આ લેખમાં, આપણે જોઈશું કે કુદરતી રીતે કોઇ પણ જાતના કૃત્રિમ રસાયણોને મિશ્રિત કર્યા વિના અજમાના પાનનો ઉપયોગ કરી વાળના રંગને કેવી રીતે કાળો કરી શકાય.
અજમો એ રસોઇમાં ઉપયોગમાં લેવાતી મહત્વની જડીબુટ્ટી છે. અજમાના ફાયદા ઘણા છે એ જ રીતે અજમાના પાનના ફાયદા પણ છે. અજમાના પાનનો ઉપયોગ ગેસ, અપચો અને શરદી સહિત ઘણી બિમારીઓ માટે થાય છે. પરંતુ તમને પણ જાણીને નવાઇ થશે કે અજમાના પાંદડાનો ઉપયોગ વાળ માટે થાય છે. અજમાના પાંદડાથી તમે ઘરે જ નેચરલ હેર ડાઇ બનાવી શકો છે.
અજમાના પાન વાટી બનાવો નેચરલ હેર ડાઇ
સફેદ વાળથી બચવાના ઉપાયો અંગે વાત કરીએ તો અજમાના પાન વાટી બનાવાતી આ નેચરલ હેર ડાઇ કોઇ આડઅસર વગરની છે. જે બનાવવાની રીત પણ આસાન છે. સૌપ્રથમ અજમાના 10-15 પાન લો. આને પથ્થર કે ખલમાં મૂકીને સારી રીતે વાટી લો. અજમાના પાન વાટવાથી એનો રસ બની જશે. અહીં ખાસ એ ધ્યાન રાખો કે આમાં બહારથી પાણી ઉમેરશો નહીં.
વાળ કાળા કરવા માટે બધા પાંદડાને સારી રીતે ક્રશ કર્યા પછી, તેને નિચોવી લો અને સ્ટ્રેનરમાં રસ કાઢો. તેમાંથી લગભગ બે ચમચી જેટલો રસ મળશે. તેમાં એક ચમચી આમળાનો પાવડર, એક ચમચી અરીઠા પાવડર, બે ચમચી નારિયેળ તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે આ પેસ્ટ તૈયાર થઇ જાય ત્યારે તેને માથા પર જ્યાં સફેદ કે ભૂરા વાળ હોય ત્યાં ઘસી લો.
લીલું લસણ ખાવાના 10 ફાયદા જાણો
આ રીતે ઘસ્યા પછી, એક કલાક પછી તમારે નવસેવકા પાણીથી સ્નાન કરી લો. આવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો. અજમાના પાંદડામાંથી બનાવેલી આ નેચરલ હેર ડાઇ લગાવવાથી તમે જોશો કે તમારા સફેદ કે ભૂરા વાળ દૂર થતા જશે.
અજમાના પાનના ફાયદા
અજમાના પાન ઔષધી સમાન છે. અજમાના પાન એન્ટિસેપ્ટિક ગુણોથી સભર છે. પેટમાં ગેસ, અપચો થયો હોય એવા સંજોગોમાં તેમજ શરદી ઉધરસમાં અજમાના પાન પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે. અજમાના પાનને વાટી સુતરાઉ કાપડમાં બાંધી એને સૂંઘવાથી ઉધરસ, અસ્થમા જેવી શ્વસનની સમસ્યાઓથી રાહત થાય છે.