- ડોક્ટરોની નિષ્કાળજીના કારણે ખાનગી તબીબોને ઘી કેળાં
- દિનદયાલ પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોર દોઢ વર્ષ થી બંધ
- દર્દીઓને તેમનાં સગાઓને મુશ્કેલી ભોગવવી પડે છે
સંતરામપુરની સરકારી સ્ટેટ હોસ્પીટલમાં ગરીબને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવે છે. હોસ્પીટલમાં પુરતી તબીબી સેવાઓ ઉપલબ્ધ નહી હોવાથી દર્દીઓને લુણાવાડાની સીવીલ હોસ્પીટલમાં મોકલાય છે. પરંતુ ત્યાં પણ પુરતી સુવિધાઓ નહી અભાવે દર્દીઓ ને સારવાર માટે ગોધરાની સીવીલ હોસ્પીટલમાં મોકલાય છે. જેથી દર્દીઓને તેમનાં સગાઓને મુશ્કેલી ભોગવવી પડે છે.
સંતરામપુરની સ્ટેટ હોસ્પીટલ આરોગ્યનું ધામ છે. હોસ્પીટલમાં શબવાહિનીની સુવિધા છે પણ લાંબા સમયથી રીપેરીંગ નહીં કરાતાં ભંગાર હાલતમાં હોસ્પીટલના કમ્પાઉન્ડ માં શોભાનાગાંઠીયાની જેમ બિનઉપયોગી પડી છે. હોસ્પીટલને ત્રણ એમ્બ્યુલન્સ ફાળવેલ જે પૈકી હાલ માત્ર એકજ એમ્બ્યુલન્સ કાર્યરત જોવાં મળે છે. વરસો અગાઉ સંતરામપુર સ્ટેટ હોસ્પીટલ ખાતે આ જન ઔષધી સ્ટોર શરુ કરેલ પરંતુ આ જનઔષધી સ્ટોરમાં દવાઓનો જથ્થો માંગણી મુજબનો પુરેપુરો નિયમિતપણે સમયસર નહીં આવતાં આ જનઔષધી સ્ટોર છેલ્લા દોઢ-બે વરસથી બંધ હાલતમાં બિનઉપયોગી થયેલો જોવાં મળે છે. સંતરામપુર સ્ટેટ હોસ્પીટલ ખાતે ફરજ બજાવતા સ્ટાફ્ માટેના ક્વાટર્સ વરસો જુનાં હોસ્પીટલ કમ્પાઉન્ડ માં આવેલ છે. જે આ કવાઁટરસ જુના હોઈ જરુરી મરામત માંગે છે. પરંતુ આ જુનાં સ્ટાફ્ ક્વાટર્સનું રીપેરીંગ કામ નહીં કરવામાં આવતાં આ ક્વાટર્સ જર્જરીત બની ગયાં છે.