સંખેડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામશે રસાકસીભર્યા જંગ

0
17

  • જિનપિંગ અને મોદી સંખેડાના ઝૂલે ઝૂલ્યા હતા
  • આદિવાસી બાહુલ્ય ધરાવતો મતવિસ્તાર
  • આ બેઠક પર અત્યાર સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો

ગુજરાતનાં છેવાડે આવેલા છોટા ઉદેપુર જીલ્લાની સંખેડા બેઠક ઉપર નજર કરીએ તે પહેલા તેના ઇતિહાસ અને ભૌગોલિક સ્થિતિ પર નજર કંડારીએ. છોટા ઉદેપુર જીલ્લો એક આદીવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, અને મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદોને અડીને આવેલો છે. છોટા ઉદેપુર જીલ્લાનું સંખેડા લાખકામના ફર્નિચર માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીનું ફર્નિચર દુનિયાભરમાં અનોખું સ્થાન ધરાવે છે. સંખેડા વિધાનસભાની ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો આ બેઠક ત્રણ તાલુકા સંખેડા, નસવાડી તેમજ બોડેલી તાલુકાનાં કેટલાક ગામોના સમાવેશથી બનેલી છે. ચૂંટણીની મોસમની વચ્ચે અમે આપની માટે ગુજરાતની તમામ 182 બેઠકોનો ચિતાર લઈને આવ્યા છીએ. જે અંતર્ગત આજે આપણે છોટાઉદેપુરની સંખેડા બેઠક વિશે વાત કરીશું.

જાતિગત સમીકરણો

આ બેઠક પર મુખ્યત્વે આદીવાસી બાહુલ્ય વિસ્તાર છે. અને આદીવાસીઓનું પ્રભુત્વ જોવા મળે છે અને તેમાંય ખાસ કરીને ભીલ અને તડવી સમાજની વસતી નોંધપાત્ર રીતે જોવા મળે છે. અહીના નસવાડી તાલુકાનાં ઊંડાણના ગામોમાં આજે પણ પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ જોવા મળે છે.

છેલ્લી 5 ટર્મના પરિણામો

વર્ષ 2017માં યોજાયેલી ચૂંટણી આ બેઠકની અત્યાર સુધીની સૌથી રસપ્રદ ચૂંટણી છે. ચૂંટણીની જાહેરાત થતાં જ ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. કોંગ્રેસે ધીરુભાઈ ભીલને ટીકીટ આપી હતી. જ્યારે ભાજપમાં ટિકિટ માટે દાવેદારોની ફોજ ઊભી થતાં આખરી સમય સુધી ઉમેદવાર નક્કી થઈ શક્યાં ન હતા. છેવટે અભેસીંહ તડવી ઉપર ફરીથી પસંદગીનો કળશ ઉતારાયો હતો. રસાકસીભર્યા આ જંગમાં 1995, 1998, 2007 અને 2012 એમ ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા કોંગ્રેસના ધીરુભાઈ ભીલને 12,849 મતની જંગી બહુમતીથી હરાવીને બેઠક ફરીથી કબજે કરી હતી.

2017ના પરિણામ

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અભેસિંહ તડવીએ 90 હજારથી વધારે મત મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધીરુભાઈ ભીલને 77 હજાર 351 મત મળ્યા હતા. અહીં અભેસિંહ 12 હજાર 849 મતે ચૂંટણી જીત્યા હતા.

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here