- ટ્રક નીચે આવેલા બાળકનો આબાદ બચાવ
- સ્યદલા ગામે શોભાયાત્રામાં બાળક ટ્રક નીચે આવ્યું
- સમગ્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
તાપીમાં શોભાયાત્રાના ટ્રક નીચે બાળક આવ્યું હતુ. જેમાં ટ્રક નીચે આવેલા બાળકનો આબાદ બચાવ થયો છે. સ્યદલા ગામે શોભાયાત્રામાં બાળક ટ્રક નીચે આવ્યું હતુ. તેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયાના ગ્રુપમાં વીડિયો વાયરલ
તાપી જિલ્લામાં રામ રાખે એને કોણ ચાખે આ પંક્તિ સાર્થક થઈ છે. જેમાં શ્રી રામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી એ દરમ્યાન ટ્રકની નીચે એક બાળક આવી ગયો હતો. પરંતુ બાળકનો આબાદ બચાવ થતાં વીડિયો વાયરલ થયો હતો. વાલોડ તાલુકાના સ્યદલા ગામે શોભાયાત્રા નીકળી હતી ત્યારે અચાનક ટ્રક રોડ પરથી પસાર થતી હતી ત્યારે બાળક અડફેટે આવ્યું હતુ. જેમાં તાપી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બાળક આબાદ રીતે બચી જઈ માત્ર સામાન્ય ઇજા પહોંચી હતી
અગાઉ પણ આવા કિસ્સા કેટલાક બની ગયા છે. જેમાં વાપીની વૈભવી ગણાતી ભાનુહિલ્સ સોસાયટીમાં 2 વર્ષનું એક બાળક સોસાયટીના આંતરિક રોડ પર રમતું હતું. ત્યારે અચાનક પાર્કિંગમાંથી એક કાર ધસી આવીને બાળક પરથી પસાર થઈ ગઈ હતી. જો કે, બાળક આબાદ રીતે બચી જઈ માત્ર સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટના સમયે બાળકને અટકાવવા જતા માતા પણ નીચે પડી ગઇ હતી. પણ બાળકનો બચાવ થયો હતો.