આજે ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ છે. ત્રણ દિવસમાં 13.50 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં દર્શન કરી ચુક્યા છે. પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે ભાદરવીપૂનમના મેળામાં પદયાત્રીઓનો પ્રવાહ અવિરત અંબાજી પહોંચી રહ્યો છે ત્યારે ભારત દેશની આઝાદી પહેલાથી ચાલતો લાલડંડાનો પગપાળા સંઘ અમદાવાદથી અંબાજી પહોંચ્યો છે. આ સંઘ દ્વારા માં અંબાના શિખરે 52 ગજની ધજા અર્પણ કરી છે. જયારે આ સંઘ દાંતા પહોંચતા રાજવી પરિવારના રાજા રિદ્ધિરાજ સિંહજી દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયારે આ સંઘ આજે અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા. આ પણ એક જૂની પરંપરા ચાલી રહી છે. ત્યારબાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેકટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા 52 ગજની ધજા સાથે અન્ય નાની 42 ધજાઓને માતાજીના મંદિરે ચઢાવામાં આવી હતી.
Source link