01
લગ્નસરાની સિઝન થોડા દિવસમાં હવે શરૂ થવામાં છે. હાલના સમયમાં લોકો લગ્નની તૈયારી કરતા હોય છે. પરંતુ તેમાં સૌથી વધુ જો લોકોની પસંદ હોય તો, તે દુલ્હન માટે તૈયાર કરવામાં આવેલી છાબ છે. પહેલાના સમયમાં મહિલાઓને લગ્નમાં આપવામાં આવતી છાબમાં જ્વેલરી, ડ્રાયફ્રૂટ્સ, સાડી, કટલેરી બોક્સ પેક કરીને આપતા હતા. જોકે હવે છાબ ડેકોરેશનનો ક્રેઝ વધ્યો છે.