શેરબજારમાં સાપ્તાહિક શરુઆત નબળી, સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો, મેટલ-આઇટી શેર્સમાં ગાબડું | sensex crashes 700 pts nifty below 24 600 tariff tensions

0
2

Stock Market Today: શેરબજારમાં સાપ્તાહિક શરુઆત નેગેટિવ રહી છે. સેન્સેક્સ 165.16 પોઇન્ટ ઉછળ્યા બાદ 796.75 પોઇન્ટ સુધી તૂટ્યો હતો. જે 11.00 વાગ્યે 446.14 પોઇન્ટ તૂટી 81004.87 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 135.50 પોઇન્ટ તૂટી 24614.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

વૈશ્વિક સ્તરે ફરી પાછું ટેરિફ ટેન્શન સર્જાયું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમમાં ટેરિફ વધારી 50 ટકા કરતાં મેટલ શેર્સમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ 2.19 ટકા, વેદાંતા 1.66 ટકા, ટાટા સ્ટીલ 1.53 ટકા, SAIL 1.47 ટકા કડાકે ટ્રેડ થઈ રહ્યા હતા. જેના પગલે બીએસઈ મેટલ ઇન્ડેક્સ 1 ટકા (330.65 પોઇન્ટ) તૂટ્યો છે. 

208 શેરમાં લોઅર સર્કિટ

બીએસઈ ખાતે આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં કુલ ટ્રેડેડ 3996 પૈકી 1999 સુધારા તરફી અને 1786 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 91 શેર વર્ષની ટોચે અને 40 શેર વર્ષના તળિયે ટ્રેડેડ હતા. આજે 237 શેરમાં અપર સર્કિટ અને 208 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી.

આ પણ વાંચોઃ સળંગ બીજા મહિને GST કલેક્શન 2 લાખ કરોડને પાર, પશ્ચિમ બંગાળથી પાછળ રહ્યું ગુજરાત

સ્મોલકેપ-મીડકેપ શેરમાં સુધારો

આજે સ્મોલકેપ અને મીડકેપમાં નીચા મથાળે ખરીદી વધતાં ઇન્ડેક્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. મીડકેપ 105 પોઇન્ટ અને સ્મોલકેપ 202 પોઇન્ટ સુધારા સાથે કારોબાર થઈ રહ્યા હતા. FMCG અને સરકારી બૅન્કોના શેર્સમાં પણ વોલ્યૂમ વધતાં ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં કારોબાર કરી રહ્યા હતા.

આઇટી-ટેક્નો શેર્સમાં ગાબડું

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક વેપારમાં પડકારો વધ્યા છે. પરિણામે મોટાપાયે અમેરિકા પર નિર્ભર આઇટી અને ટૅક્નોલૉજી શેર્સ આજે તૂટ્યા હતા. યુક્રેને પણ રશિયાના એરબેઝ પર અત્યારસુધીનો સૌથી મોટો હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ટેન્શન પણ વધ્યું છે. 


શેરબજારમાં સાપ્તાહિક શરુઆત નબળી, સેન્સેક્સ 700 પોઇન્ટ તૂટ્યો, મેટલ-આઇટી શેર્સમાં ગાબડું 2 - image

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here