Last Updated:
Stock Market : આજે સોમવારે યસ બેંકના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે યસ બેંકનો શેર ઇન્ટ્રાડેમાં NSE પર 8.77%ની તેજી સાથે 23.13 રૂપિયા પર પહોંચી ગયો હતો.
Stock Market : આજે એટલે કે સોમવારે યસ બેંક (Yes Bank)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. બેંકના ડિરેક્ટર બોર્ડની 3 જૂને મૂડી એકત્ર કરવાની રીતો પર વિચારણા કરવા અને SBI દ્વારા બેંકમાં પોતાનો હિસ્સો વેચવાના સમાચારના કારણે આજે યસ બેંકનો શેર ઉછળ્યો અને ઇન્ટ્રાડેમાં NSE પર આ બેંકનો શેર 8.77%ની તેજી સાથે 23.13 રૂપિયા પર પહોંચી ગયો હતો.
યસ બેંક (Yes Bank)ના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત 27.44 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 16 રૂપિયા છે. વર્તમાન માર્કેટ કેપ (Market Capitalization) આશરે 71,200 કરોડ રૂપિયાની આસપાસ છે. છેલ્લા એક મહિનામાં યસ બેંકના શેરમાં લગભગ 28%ની તેજી આવી છે. તો 6 મહિનામાં આ શેરમાં લગભગ 13%નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે વર્ષ 2025માં અત્યાર સુધી આ શેર 15% ઉછળ્યો છે. બેંકમાં SMBCની સંભવિત એન્ટ્રી અને ફંડિંગને કારણે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે યોજાશે બોર્ડની બેઠક
યસ બેંકના ડિરેક્ટર બોર્ડની બેઠક આવતીકાલે મંગળવારે યોજાવાની છે, જેમાં ઇક્વિટી શેર, ડેટ સિક્યોરિટીઝ અથવા અન્ય ફાઈનાન્શિયલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા મૂડી એકત્ર કરવા પર વિચારણા કરવામાં આવશે. 28 મેના રોજ જાહેર કરાયેલા કંપનીના નિવેદન મુજબ, આ ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા પ્રાઇવેટ પ્લેસમેન્ટ, પ્રેફરન્શિયલ એલોટમેન્ટ અથવા અન્ય માન્ય માધ્યમો દ્વારા કરવામાં આવી શકે છે. જોકે, આ માટે જરૂરી નિયમનકારી અને શેરધારકોની મંજૂરી આવશ્યક રહેશે.
SBI હિસ્સેદારી વેચશે
થોડા સમય પહેલા જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાની હિસ્સેદારી જાપાનની સુમિતોમો મિત્સુઈ બેંકિંગ કોર્પોરેશન (SMBC)ને વેચવાની યોજનાની જાણકારી આપી હતી. 9 મેના રોજ યસ બેંકે જાહેરાત કરી હતી કે SMBC, SBI સહિત તે બેંકો પાસેથી લગભગ ₹13,480 કરોડમાં બેંકનો 20% હિસ્સો ખરીદશે, જેમણે 2020માં બેંકની પુનર્નિર્માણ યોજનામાં ભાગ લીધો હતો.
આ ઉપરાંત, જાપાની બેંક SMBC યસ બેંકમાં વધારાના 6-7% હિસ્સા જેટલી નવી મૂડીનું રોકાણ પણ કરશે. જો આ ફંડ ઇન્ફ્યુઝન થાય, તો SMBCને ઓપન ઓફર આપવી પડી શકે છે, જેનાથી તેની હિસ્સેદારી 51% સુધી પહોંચી શકે છે. આ યસ બેંકની માલિકી અને નિયંત્રણમાં મોટો ફેરફાર લાવી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
New Delhi,Delhi
June 02, 2025 2:45 PM IST
[ad_1]
Source link