Last Updated:
Multibagger Share: શેરબજારના રોકાણકારોએ આ શેર વિશે જરૂર જાણવું જોઈએ, જેણે એક વર્ષમાં રોકાણકારોના પૈસા 516 ટકા વધારી દીધા છે. તો 5 વર્ષમાં 9400 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે.
Multibagger Share: શું તમે પણ શેરબજારમાં રોકાણકારો છો? તો તમે મલ્ટિબેગર શેર વિશે જરૂર સાંભળ્યું હશે. આજે અમે આપને એક એવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે માત્ર એક વર્ષમાં રોકાણકારોના પૈસા 516 ટકા વધારી દીધા છે. તો 5 વર્ષમાં તેણે 9400 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. આ શેરનો ભાવ 5 વર્ષ પહેલા 30 રૂપિયા કરતા પણ ઓછો હતો, જ્યારે આજે તેનો ભાવ 2000 રૂપિયાની આસપાસ છે. અહીં અમે ઈન્ડો થાઈ સિક્યોરિટીઝની વાત કરી રહ્યા છીએ. આ કંપનીનું માર્કેટ કેપ 2000 કરોડ રૂપિયા છે.
5 વર્ષમાં રોકાણકારોને કર્યા માલામાલ
5 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2020ના રોજ BSE પર ઈન્ડો થાઈ સિક્યોરિટીઝ (Indo Thai Securities)ના શેરની કિંમત 20.95 રૂપિયા હતી. તો 28 ફેબ્રુઆરી 2025ના રોજ આ શેર 1997.80 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે 5 વર્ષમાં ઈન્ડો થાઈ સિક્યોરિટીઝના શેરે 9436 ટકા રિટર્ન આપ્યું છે. આ આધારે ગણતરી કરીએ તો જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા શેરમાં 25000 રૂપિયાનું રોકાણ કર્યું હશે અને હજુ સુધી શેર વેચ્યાં નહીં હોય તો તેમનું રોકાણ આજની તારીખમાં લગભગ 24 લાખ રૂપિયાનું થઈ ગયું હશે. આ રીતે 50,000 રૂપિયાના 47 લાખ રૂપિયા અને 1 લાખ રૂપિયાના 95 લાખ રૂપિયા થઈ ગયા હશે.
6 મહિનામાં 400 ટકા વધ્યો ભાવ
ઈન્ડો થાઈ સિક્યોરિટીઝ (Indo Thai Securities)ના શેરમાં એક વર્ષમાં 516 ટકા અને 6 મહિનામાં 400 ટકાની તેજી આવી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં આ શેર લગભગ 50 ટકા મજબૂત થયો છે. કંપનીમાં 14 જાન્યુઆરી 2025 સુધી પ્રમોટર્સની પાસે 65.25 ટકા હિસ્સેદારી હતી. 11 ફેબ્રુઆરી 2025ના રોજ આ શેર 52 સપ્તાહની સૌથી ઊંચી સપાટી 2,200.2 રૂપિયા પર પહોંચ્યો હતો. તો આ શેરની 52 સપ્તાહની સૌથી નીચલી સપાટી 241.50 રૂપિયા છે, આટલા રૂપિયાએ આ શેર 19 ઓગસ્ટ 2024ના રોજ પહોંચ્યો હતો.
ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.34 કરોડ થયો નફો
ઓક્ટોબર-ડિસેમ્બર 2024માં ઈન્ડો થાઈ સિક્યોરિટીઝની સ્ટેન્ડઅલોન ધોરણે આવક 5.54 કરોડ રૂપિયા રહી. આ વચ્ચે ચોખ્ખો નફો 1.34 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2024માં કંપનીની સ્ટેન્ડઅલોન ધોરણે આવક 31 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 16.60 કરોડ રૂપિયા હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
New Delhi,Delhi
March 02, 2025 10:28 PM IST