નવી દિલ્હીઃ પાવર કન્ડીશનિંગ પ્રોડક્ટ માટે જાણિતી સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડે તેનું નામ બદલીને સર્વોટેક રિન્યુએબલ પાવર સિસ્ટમ લિમિટેડ કરી દીધું છે. કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા બાદ એક્સચેન્જ ફાઈલિંગમાં આ જાણકારી આપી છે. કંપનીએ કહ્યું કે, સોલર એનર્જી સોલ્યૂશન પ્રોવાઈડર અને ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર મેકર Servotech Power Systems Ltdએ તેની રિબ્રાનિંગ Servotech Renewable Power System Ltdના રૂપમાં જાહેરાત કરી છે.
આ પહેલા દિલ્હી બેસ્ડ ઈલેક્ટ્રિક વાહન ચાર્જર નિર્માતાએ તેમનું નામ બદલવા માટે કોર્પોરેટ મામલાના મંત્રાલય પાસેથી મંજૂરી પ્રાપ્ત કરી હતી. હાલમાં જ કંપનીએ જર્મનીના શહેરી ક્ષેત્રોમાં સોલરથી ચાલનારા ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે LESSzwei GmbH (LESS2)ની સાથે એક કરાર કર્યો હતો, જેમાં ઈ-બાઈક, ઈ સ્કૂટર અને ઈ કાર્ગો બાઈક જેવી માઈક્રો મોબિલિટી માટે 100 ટકા સોલર પાવર બેસ્ડ ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવામાં આવશે.
આ પણ વાંચોઃ
જુગાડ કરવાની જરૂર નથી, રેલવેમાં વેઈટિંગ ટિકિટ કન્ફર્મ કરાવવા માટે મળી રહી છે આ ખાસ સુવિધા
OMCથી મળ્યા ઓર્ડર
આ ઉપરાંત કંપનીએ ઉત્તરાખંડ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી પાસેથી 30.2 કરોડ રૂપિયાના 5.6 મેગાવોટ ઓન-ગ્રિડ રૂફટોપ સોલર પ્લાન્ટનો ઓર્ડર પણ મેળવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ IOC, BPCL અને HPCL સહિત ઓએમસી પાસેથી તેના ફ્યૂલ ભરનારા સ્વેટર્સ પર ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે ઘણા ઓર્ડર પ્રાપ્ત કર્યા હતા.
આ પણ વાંચોઃ
Axis બેંકે આજથી લાગૂ કરી દીધા આ નવા નિયમો, એકાઉન્ટ હોય તો જાણવાનું ન ચૂકતા
શેરનું પ્રદર્શન
કંપનીના શેર NSE પર લિસ્ટેડ છે. શેરનું નામ સર્વોટેક પાવર સિસ્ટમ્સ છે. ગત એક મહિનામાં કંપનીના શેરમાં 4.96 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે કંપનીના શેર 0.77 ટકાના ઘટાડા સાથે 168.99 રૂપિયા પર બંધ થયા હતા. ગત એક વર્ષમાં કંપનીના શેરમાં 119.61 ટકાનો વધારો જોવા મળ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર