શુક્રવારે કેવો રહેશે માર્કેટનો મૂડ? ભારતી એરટેલ, જેકે સિમેન્ટ સહિત આ શેર પર રોકાણકારોની રહેશે નજર

0
18

Share Market: ખરાબ ગ્લોબલ સંકેતોએ માર્કેટનો મૂડ બગાડી દીધો છે. સેન્સેક્સ-નિફ્ટી આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. બેંચમાર્ક ઈન્ડેક્સ 1 ટકાથી વધારે ઘટીને બંધ થયો હતો. આજે IT, બેંકિંગ અને મેટલ શેરમાં વેચાણ જોવા મળ્યું હતું. જ્યારે રિયલ્ટી, PSE, FMCG શેર પર પણ દબાણ જોવા મળ્યું હતું. પરંતુ ફાર્મા કંપનીના શેરમાં ખરીદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 964 પોઈન્ટ ઘટીને 79,218 અને નિફ્ટી 247 પોઈન્ટ ઘટીને 23,952ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે બેંક નિફ્ટી 564 પોઈન્ટ ઘટીને 51,576ની સપાટીએ બંધ થયો હતો. ત્યારે ગુરુવારે શેરબજાર બંધ થયા બાદ ઘણી કંપનીઓએ મોટી-મોટી જાહેરાતો કરી છે, જેની અસર આવતીકાલે શુક્રવારે આ કંપનીના શેરમાં જોવા મળી શકે છે.

ભારતી એરટેલ (Bharti Airtel)

ભારતી એરટેલ કંપનીનો શેર 0.20 ટકા ઘટીને 1599 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે તેણે 3626 કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમનું લેણું ચૂકવ્યું છે. 2016માં ખરીદેલ સ્પેક્ટ્રમ માટે તેણે ચૂકવણી કરી છે. તેણે ટેલિકોમ્યુનિકેશન વિભાગને 3626 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

આ પણ વાંચોઃ 
માત્ર 2 દિવસમાં જ પૈસા ડબલ, આ શરે કરી દીધો કમાલ! તમે વેચી દીધા કે રાખી મૂક્યા?

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (Hyundai Motor India)

હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા કંપનીનો શેર 0.6 ટકા ઘટીને 1,785 રૂપિયા પર બંધ થયો હતો. કંપનીએ એક્સચેન્જને માહિતી આપી કે UNSOO KIMને ફરીથી એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. UNSOO KIM ફરીથી 3 વર્ષ માટે એમડી (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

GE Vernova T&D India Ltd

આજે આ કંપનીના શેરમાં 2.40 ટકાનો વધારો થયો હતો અને તે 2102 રૂપિયાએ બંધ થયા હતા. કંપનીએ કહ્યું કે STERLITE GRID 32 તરફથી 400 કરોડ રૂપિયાના ઓર્ડર મળ્યા છે. TBCB માટે એચવી ઇક્વિપમેન્ટના સપ્લાય અને દેખરેખ માટે ઓર્ડર મળ્યા છે.

સર્વોટેક પાવર સિસ્ટમ્સ (Servotech Power Systems)

સર્વોટેક પાવર સિસ્ટમ્સ કંપનીનો શેર એક ટકા ઘટીને 168 રૂપિયાના ભાવે બંધ થયો હતો. માર્કેટ બંધ થયા બાદ કંપનીએ મોટી જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું કે તેનું નામ બદલાઈ રહ્યું છે. હવે નવા નામથી બ્રાન્ડિંગ કરવામાં આવશે. સર્વોટેક રિન્યુએબલ પાવર સિસ્ટમ નવું નામ હશે.

આ પણ વાંચોઃ 
Mamata Machinery IPO: પૈસા લગાવ્યા બાદ લિસ્ટિંગ પર નફો થશે કે નુકસાન? શું છે ગ્રે માર્કેટના સંકેતો

EPL Ltd Share

EPL Ltd કંપનીનો શેર 0.4 ટકા ઘટીને 274 રૂપિયાના ભાવે બંધ થયો હતો. EPLના બોર્ડે થાઈલેન્ડમાં કંપનીની પેટાકંપનીની રચનાને મંજૂરી આપી દીધી છે.

કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ (Kalpataru Projects International)

આ કંપનીનો શેર એક ટકા ઘટીને 1300 રૂપિયાના ભાવે બંધ થયો હતો. કંપનીએ કહ્યું કે, 24 ડિસેમ્બરે યોજાનારી બોર્ડની બેઠકમાં NCDના રી-પેમેન્ટ પર ચર્ચા થશે.

એવિએશન શેર પર નજર

ATFને GSTના દાયરામાં લાવવા માટે વિચારણા ચાલી રહી છે. GST કાઉન્સિલની 55મી બેઠક જેસલમેરમાં યોજાવા જઈ રહી છે. શનિવાર-રવિવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. ATF પર જીએસટી લાગવાથી મેન્યુફેક્ચર્સને ફાયદો થશે.

આ પણ વાંચોઃ 
Best Stock Picks: જોરદાર કમાણી કરાવી શકે છે આ 3 શેર! બ્રોકરેજે આપ્યા તેજીના સંકેત

J K Cement Ltd

આ કંપનીના શેર આજે એક ટકા ઘટીને 4580 રૂપિયાએ બંધ થયા હતા. કંપની મધ્ય પ્રદેશમાં મોટી કોલસાની ખાણ માટે સફળ બિડર તરીકે ઉભરી આવી છે.

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (AU Small Finance Bank)

આરબીઆઈએ 28 ડિસેમ્બરથી ત્રણ વર્ષ માટે બેંકના પાર્ટ-ટાઇમ ચેરમેન તરીકે હારુન રાશિદ ખાનની ફરી નિમણૂક કરવા માટે મંજૂરી આપી દીધી છે. કંપનીનો શેર સોમવારે 1.57 ટકાના ઘટાડા સાથે 549.60 રૂપિયાએ બંધ થયો હતો.

KPI Green

કેપીઆઈ ગ્રીને જેસલમેરમાં હાઈબ્રિડ, સોલાર એન્ડ વિન્ડ પાવર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે રાજસ્થાન સરકાર સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ 3 જાન્યુઆરી 2025 નક્કી કરી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here