The Incident Of Shuklatirtha In Bharuch : ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતાં પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે અન્ય બે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા લોકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પોલીસ અને તરવૈયાની મદદથી લાપતા બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.